- અર્જુન જાટ અને અરવિંદસિંઘે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
- 6:45:11ના સમય સાથે સ્પેનની જોડી સ્થાને રહી
- રેપચેજ રાઉંડમાં પોલૈંડે 6:43:44ના સમય સાથે ટોપ કર્યું
ટોક્યો (જાપાન) : ભારતીય રોઈગ જોડી અર્જુન જાટ અને અરવિંદસિંઘે હળવા વજનના ડબલ સ્કલ્સ રેપચેજની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે 6: 51: 36નો સમય લીધો હતો.
1000 મીટર સુધી ચોથા સ્થાને રહેલી આ જોડીએ પાછળથી ત્રીજા સ્થાને પહોંચી
અર્જુન જાટ અને અરવિંદસિંહની જોડીએ રેપચેજની સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. પ્રારંભિક 1000 મીટર સુધી ચોથા સ્થાને રહેલી આ જોડીએ પાછળથી ત્રીજા સ્થાને પહોંચી ગઇ હતી. આ પહેલા ગઈકાલે બીજી હીટમાં ભારતીય જોડીએ છ-ટીમની સ્પર્ધામાં 6 : 40 . 33નો સમય નિકાળ્યો અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી નહિ.
છમાંથી ત્રણ ટીમોએ સેમીફાઇનલમાં અને બાકીની ત્રણ ક્લાસીફિકેશન રાઉન્ડમાં ગઇ
રેપેચેજ રાઉન્ડ ટીમોને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અથવા ફાઇનલમાં પ્રવેશ કરવાની બીજી તક આપે છે. આમાં છમાંથી ત્રણ ટીમોએ સેમીફાઇનલમાં અને બાકીની ત્રણ ક્લાસીફિકેશન રાઉન્ડમાં ચાલી ગઇ હતી.
મહિલા વર્ગમાં મહત્તમ વજન 59 કિલો અને સરેરાશ 57 કિલો
નૌકાયન લાઇટવેઇટ ડબલસ્કલ્સ વર્ગમાં, બે ખેલાડીઓ એક બોટમાં હોય છે અને બે ચપ્પૂનો ઉપયોગ કરે છે. દરેક પુરુષ સહભાગીનું મહત્તમ વજન 72 હોય. 5 કિલો અને સરેરાશ વજન 70 કિલો હોવું જોઈએ. મહિલા વર્ગમાં મહત્તમ વજન 59 કિલો અને સરેરાશ 57 કિલો છે.
આ પણ વાંચો : Tokyo Olympics 2020, day 3: મનુ અને યશસ્વિની ક્વોલીફિકેસન રાઉન્ડથી બહાર થઇ
પોલૈંડે 6:43:44ના સમય સાથે આ રાઉન્ડમાં ટોચનું સ્થાન ધરાવે
આ રાઉંડમાં પોલૈંડે 6:43:44ના સમય સાથે આ રાઉન્ડમાં ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે સ્પેનિશની જોડી 6:45:71ના સમય સાથે બીજા સ્થાને છે.
આ પણ વાંચો -
- Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
- Tokyo Olympics 2020, Day 3 : પહેલા જ રાઉંડમાં અંકિતા અને સાનિયાની જોડી બહાર
- EXCLUSIVE: 2021 માં ઓલમ્પિક નહીં યોજાય તો ભારત માટે ખુબ મોટો ઝટકો હશેઃ સંગ્રાામ સિંહ
- Tokyo Olympics 2020 Day 3: રવિવારે 7 રમતોમાં ભારતના ખેલાડીઓ રમશે, જાણો ક્યા-ક્યા ખેલાડીઓ પાસેથી છે મેડલની આશા
- મીરાબાઈ ચાનુઃ ડાયટ માટે પૈસા ન હતા, રોજ કરતી હતી 44 કીલોમિટરનો સફર