- દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર મેડલ તો સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો
- દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલીન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો
- સુંદર સિંહ ગૂર્જરને બ્રોન્ઝ મેડલ
કરૌલી : :દેવેન્દ્ર ઝાઝરીયાએ 64.35 મીટર સુધી બરછી ફેંકીને દેશ માટે સિલ્વર મેડલ (Silver medal) જીત્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટરની બરછી ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.ભારત ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)ની જેવલિન થ્રો (Javelin throw)ઇવેન્ટમાં રિયોની સફળતાનું પુનરાવર્તન કરી શક્યું નથી, પરંતુ મેડલ જીતવામાં સફળ રહ્યું. બરછી ફેંક(Javelin throw)માં ત્રણ ભારતીય રમતવીરોએ ભાગ લીધો હતો, જેમાં રિયો સુવર્ણચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયા, અજીત સિંહ અને સુંદરસિંહ ગુર્જરનો સમાવેશ થાય છે. તેમાંથી બે બરછી ફેંકનારા ભારત માટે મેડલ જીતવામાં સફળ રહ્યા.
-
India is overjoyed by the Bronze medal won by @SundarSGurjar. He has shown remarkable courage and dedication. Congratulations to him. Wishing him the very best. #Paralympics pic.twitter.com/irTIHefCoH
— Narendra Modi (@narendramodi) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">India is overjoyed by the Bronze medal won by @SundarSGurjar. He has shown remarkable courage and dedication. Congratulations to him. Wishing him the very best. #Paralympics pic.twitter.com/irTIHefCoH
— Narendra Modi (@narendramodi) August 30, 2021India is overjoyed by the Bronze medal won by @SundarSGurjar. He has shown remarkable courage and dedication. Congratulations to him. Wishing him the very best. #Paralympics pic.twitter.com/irTIHefCoH
— Narendra Modi (@narendramodi) August 30, 2021
-
Superb performance by @DevJhajharia! One of our most experienced athletes wins a Silver medal. Devendra has been making India continuously proud. Congratulations to him. Best of luck for his future endeavours. #Paralympics pic.twitter.com/204B90fXbv
— Narendra Modi (@narendramodi) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Superb performance by @DevJhajharia! One of our most experienced athletes wins a Silver medal. Devendra has been making India continuously proud. Congratulations to him. Best of luck for his future endeavours. #Paralympics pic.twitter.com/204B90fXbv
— Narendra Modi (@narendramodi) August 30, 2021Superb performance by @DevJhajharia! One of our most experienced athletes wins a Silver medal. Devendra has been making India continuously proud. Congratulations to him. Best of luck for his future endeavours. #Paralympics pic.twitter.com/204B90fXbv
— Narendra Modi (@narendramodi) August 30, 2021
આ સાથે ભારતે આ વખતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 7 મેડલ જીતી લીધા
દેવેન્દ્ર ઝાઝરિયા કે જે રાજસ્થાનના ચૂરૂ જિલ્લાના રહેવાસી છે તેમણે આ અગાઉ રિયો પેરાલિમ્પિક 2016 વખતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ભારતને બે વખત પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ આપવી દીધા છે. આ વખતે શ્રીલંકાનાં હેરાથ દ્વારા 67.79 મીટર દૂર ભાલો ફેંકવામાં આવ્યો હતો અને ભારતના દેવેન્દ્રએ 64.35 મીટર દૂર નિશાન તાક્યું હતું. સુંદર સિંહ 64.01 મીટર દૂર ભાલો ફેંકી શક્યા હતા.
જેવલિનમાં ટોક્યોમાં ગોલ્ડ મેડલ
દેવેન્દ્ર ઝાઝરીયાએ 64.35 મીટર સુધી બરછી ફેંકી(Javelin throw)ને દેશ માટે સિલ્વર મેડલ (Silver medal)જીત્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટરની બરછી ફેંકીને બ્રોન્ઝ જીત્યો. મતલબ, રિયોની જેમ ભારતના ખાતામાં જેવલિનમાં ટોક્યોમાં ગોલ્ડ મેડલ આવ્યું નથી.
આ પણ વાંચો : Tokyo Paralympics : ભારતની દિકરી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
67.79 મીટરનું અંતર કાપીને નવો વર્લ્ડ રેકોર્ડ
પુરુષોની બરછી ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ શ્રીલંકાના હેરાથને મળ્યો, જેમણે 67.79 મીટરનું અંતર કાપીને નવો વર્લ્ડ રેકોર્ડ અને પેરાલિમ્પિક્સ રેકોર્ડ બનાવ્યો. આ કિસ્સામાં, તેણે રિયો પેરાલિમ્પિક્સમાં ભારતના દેવેન્દ્ર ઝાઝરીયા દ્વારા સ્થાપિત વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
આ પણ વાંચો : Tokyo Paralympics: ભારતના યોગેશ કથુનિયાએ ડિસક્સ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો, PM એ અભિનંદન પાઠવ્યા
અવની લેખરાએ અગાઉ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
આજે ભારતની અવની લેખરાએ અગાઉ 10 મીટર એર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને આ વખતનો પહેલો ગોલ્ડ મેડલ ભારતને અપાવ્યો હતો અને આ સાથે તેમણે ઇતિહાસ રચ્યો હતો. આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
વડાપ્રધાન મોદી દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી
વડાપ્રધાન મોદીએ બન્ને ખેલાડીઓને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે.