નવી દિલ્હી: યુવા અને રમત ગમત મંત્રાલયે ગુરૂવારે બધા જ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝર અને તેમના અંતર્ગત આવતા યુનીટને તેમની બધી જ ઇવેન્ટના આયોજનો, સ્પર્ધાઓ અને સીલેક્શન ટ્રાયલને Covid-19ની મહામારીને કારણે 15 એપ્રિલ સુધી મોકુફ રાખવાનો આદેશ કર્યો છે.
જો કે ટોકીયો બાઉન્ડ એથ્લીટ્સને કેમ્પસની અંદર જ તાલીમ લેવાની અને તેમની તૈયારીઓને આગળ વધારવાની પરવાનગી આપવામાં આવી છે.
અહેવાલ પ્રમાણે, “ઓલમ્પીક 2020 માટે તૈયારી કરી રહેલા ખેલાડીઓની તાલીમ કેટલાક પ્રતિબંધો સાથે ચાલુ રહી શકશે:
1. તાલીમ સમયે કેમ્પસ બહારથી કોઈ પણ વ્યક્તિ ખેલાડીના સંપર્કમાં આવી શકશે નહી
2. હાલમાં જેઓ ટ્રેનીંગ કેમ્પસમાં નથી અથવા ત્યાં આવાસ કરી રહ્યા નથી એવા કોઈપણ કોચ, ટેક્નીકલ/સહાયક સ્ટાફ કે એથ્લીટને હાલમાં તાલીમ લઈ રહેલા એથ્લીટ સાથે ચોક્કસ નિયમોનું પાલન કર્યા સીવાય સંપર્કમાં આવવાની પરવાનગી આપવામાં આવશે નહી.”
દેશ અને દેશ બહાર દુનિયાભરમાં ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટને Covid-19 ને કારણે અસર પહોંચી છે અને સુરક્ષાના પગલારૂપે આગામી બધી જ ટુર્નામેન્ટ અને સ્પર્ધાઓને મોકુફ રાખવામાં આવી છે અથવા રદ્દ કરી દેવામાં આવી છે.
આજે ભારતમાં કોરોના વાયરસના 13 નવા કેસ નોંધાયા જે અને તેની સાથે જ કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 169 થયો છે. સ્વાસ્થય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે કોરોના વાયરસનો શિકાર બનેલા 15 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
દેશમા છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ જાનહાની નોંધાઈ નથી જ્યારે દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.