- ખેલ રત્ન માટે 4 પેરા એથ્લિટમાં શરદ કુમારની પણ ભલામણ
- ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ દેશનું નામ કર્યું રોશન
- PCIએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે અનેક નિશાનેબાજ અને ભાલા ફેંકનારા સુંદરસિંહ ગુર્જરના નામની ભલામણ કરી
નવી દિલ્હીઃ ભારતીય પેરાલિમ્પિક સમિતિએ (PCI) મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે નિશાનેબાજ મનીષ નરવાલ, હાઈ જમ્પર શરદ કુમાર, શટલર પ્રમોદ ભગત અને ભાલા ફેંકનારા સુંદરસિંહ ગુર્જરના નામોની ભલામણ કરી છે. હાલમાં જ પૂર્ણ થયેલા ટોક્યો પેરાલિમ્પિકમાં ચારેય ખેલાડીએ ભારતનું નામ રોશન કર્યું છે. PCIનાં અધ્યક્ષ દિપા મલિકે કહ્યું હતું કે, પુરસ્કાર જીતવાથી એથ્લિટ્સને વર્ષ 2024માં પેરિસ રમતોમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.
આ પણ વાંચો- રવિ શાસ્ત્રીએ આપ્યા સંકેત, ટી-20 વર્લ્ડ કપ બાદ છોડી શકે છે હેડ કોચનું પદ
પુરસ્કારથી ખેલાડીઓને પ્રોત્સાહન મળશે
દિપા મલિકે આ અંગે જણાવ્યું હતું કે, અમારા ખેલાડીઓએ આ પેરાલિમ્પિકમાં એટલું સારું પ્રદર્શન કર્યું અને અમે તેમના પર ગર્વ છે. આ પુરસ્કાર તેમને આગામી રમતોમાં વધુ પ્રયાસ કરવા માટે પ્રેરણા આપશે અને તેઓ આના લાયક પણ છે. કારણ કે, તેમણે દેશને ગૌરવ અપાવ્યું છે. દિપા મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, ભાલા ફેંક ખેલાડી સુમિત અંતિલ અને નિશાનેબાજ અવની લેખારાના નામની ભલામણ અર્જુન પુરસ્કાર માટે કરવામાં આવી છે.
આ પણ વાંચો- ફરી એકવાર પાકિસ્તાનની ઇજ્જતના ધજાગરા, સુરક્ષા ખતરાને કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે રદ્દ કર્યો પ્રવાસ
ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું
દિપા મલિકે વધુમાં ઉમેર્યું હતું કે, સુમિત અંતિલ અને અવની લેખારા આ વખતે અર્જુન પુરસ્કાર માટે લઈ જવાશે. બંનેએ પોતાના મેડલથી દેશને ગૌરવ અપાવ્યું છે. ગયા મહિને કેન્દ્રિય યુવા મામલા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતાઓને આ વર્ષના રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.