- વિજેન્દર પ્રોફેક્શન બોક્સિંગ કારકિર્દીમાં પહેલી હાર
- રશિયાના બોક્સર અર્તિશ લોપસાને વિજેન્દરને હરાવ્યો
- 5માં રાઉન્ડમાં વિજેન્દરને પરાજિત જાહેર કરાયા
ન્યૂઝ ડેસ્ક: ભારતના અનુભવી બોક્સર વિજેન્દર સિંગ અત્યાર સુધી તેમના પ્રોફેશ્નલ બોક્સિંગ કારકિર્દીમાં અજેય રહ્યાં હતાં પણ તેમના આ વિજય અભિયાન ગોવામાં યોજાયેલા 'બેટલ ઑફ શિપ'માં વિરામ લાગ્યો છે. વિજેન્દર પોતાની 13મી પ્રોફેશ્નલ બોક્સિંગ મેચ રશિયાના અર્તિશ લોપસાન સામે રમ્યાં હતાં. જેમાં પાંચમા રાઉન્ડમાં એક મીનિટ અમે 9 સેકન્ડ બાદ રેફરીએ વિજેન્દરને પરાજીત જાહેર કર્યો હતો.
વધુ વાંચો: ઓલમ્પિકમાં ભારતને ટોપ 10માં લાવવા માટે બોક્સિંગ મહત્વનો ભાગ ભજવશેઃ કિરણ રિજિજુ
વિજેન્દર પ્રોફેક્શન બોક્સિંગ કારકિર્દીમાં પહેલી હાર
6 ફૂટ લાંબા 26 વર્ષિય રશિયન બૉક્સર અર્તિશ લોપસાન સામે વિજેન્દર અસહાય જોવા મળ્યા હતાં. અર્તિશ લોપસાને વિજેન્દરને ખૂબ જ સારી લડત આપી અને તેમની સ્ટેમિના છેલ્લા રાઉન્ડ સુધી જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ વિજેન્દર પહેલા રાઉન્ડથી જ થાકેલા જોવા મળ્યા હતાં. વિરોધી બૉક્સર વિજેન્દર સામે આકરા પ્રહાર કરી રહ્યાં હતાં. જેનો વિજેન્દર પાસે કોઇ જવાબ ન હતો. આથી પોતાની સાતમની પ્રોફેશ્નલ મેચ રમી રહેલા અર્તિશ લોપસાને વિજેન્દર સામે એક મજબૂત વિજય મેળવ્યો છે.
વધુ વાંચો: મેરઠના બે ખેલાડીઓને ખેલ મંત્રાલયે 5 લાખ રૂપિયાની આર્થિક સહાય કરી
5માં રાઉન્ડમાં વિજેન્દરને પરાજિત જાહેર કરાયા
વિજેન્દર 10 ઑક્ટોબર, 2015એ પહેલી વખત પ્રોફેશ્નલ બોક્સિંગ રિંગમાં ઉતર્યા હતાં. 2015થી 2019 સુધી તેઓ એક પણ મેચ હાર્યા ન હતાં. કોરોના સંકટના કારણે તેઓ બોક્સિંગ રિંગમાં ઉતર્યા ન હતાં. જો કે તેમની આ કમબેક મેચ તેમના ચાહકો માટે નિરાશાજનક રહી.