ચંન્નઈઃ 5 વખત વિશ્વ ચેમ્પિયન બનેલા વિશ્વનાથન આનંદ મંગળવારે શરૂ થનારા ઓનલાઈન નેશન્સ કર ચેસ ટૂર્નામેન્ટમાં ભારતનું નૈતૃત્વ કરશે.
સમગ્ર દુનિયાના રમત પ્રતિયોગિતાઓને ઠપ્પ કરનારી કોવિડ-19 મહામારી વચ્ચે આયોજિત કરવામાં આવી રહેલી આ ટૂર્નામેન્ટમાં દુનિયાના થોડા ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટનું આયોજન આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘ અને ચેસ ડોટ કોમ કરી રહ્યા છે. જેમાં 6 ટીમ ભાગ લેશે.
વિશ્વ ચેમ્પિયન મૈગનસ કાર્લસનને છોડીને આમાં મોટા ભાગના ટોચના ખેલાડીઓ ભાગ લેશે. ચીનને ટોચની પસંદગી આપવામાં આવી છે. ત્યારબાદ યૂરોપ, અમેરિકા, ભારત અને વિશ્વના બાકીનાનો નંબર છે. ભારતી ટીમને 5મી પસંદગી આપવામાં આવી છે, જ્યારે ટીમમાં આનંદ, વિદિત ગુજરાતી, પી.હરિકૃષ્ણા, બી.અધિબાન, કોનેરૂ હંપી અને ડી.હરિકા જેવા ખેલાડીઓ છે.
પૂર્વ વિશ્વ ચેમ્પિયન વ્લાદિમીર ક્રૈમનિક તેમના સલાહકાર બનશે. ચીન તાજના પ્રબળ દાવાદાર તરીકે શરૂઆત કરશે. તેની ટીમમાં ડિંગ લીરેન, વાંગ હાઓ અને વેઈ.યી ઉપરાંત 4 વખત વિશ્વ ચેમ્પિયન હાઉ યિફાન પણ સામેલ છે. આ 1,80,000 ડૉલરની ઈનામી ટૂર્નામેન્ટમાં યૂરોપ અને અમેરિકાની ટીમ પણ જોરદાર પડકાર આપી શકે છે.
ટીમનો પ્રકાર
ભારતઃ
વિશ્વનાથન આનંદ, વિદિત ગુજરાતી, પી.હરિકૃષ્ણા, કોનેરૂ હમ્પી.
રિઝર્વઃ બી.અધઇબાન, ડી.હરિકા
સલાહકારઃ વ્લાદીમીર ક્રૈમનિક
ચીનઃ
ડિંગ લીરેન, વાંગ હાઓ, વેઈ યી, હોઉ યિફાન
રિઝર્વઃ યૂ યંગિ અને ઝૂ વેનઝુન,
કેપ્ટનઃ યે ઝિયાંગચુઆન
યૂરોપઃ
મૈક્સિમ વાચિયર-લાગ્રેવ, લેવોન આરોનિયન. અનીશ ગિરિ, અન્ના મુઝિચુક
રિઝર્વઃ યાન ક્રિઝ્સટોફ ડૂડા અને નાના ડેજૈનિડેજ
કેપ્ટનઃ ગૈરી કાસ્પારોવ
રશિયાઃ
ઈયાન નેપોમનિયાચચી, વ્લાદિસ્લાવ આર્ટેમિવ, સર્ગેઈ કારજાકિનસ અલેક્જેન્ડ્રા ગોર્યાચકિના
રિઝર્વઃ દિમિત્રી આંઈદ્રેઈકિન અને ઓલ્ગા ગિર્યા
કેપ્ટનઃ અલેક્ઝેન્ડર મોટલેવ
અમેરિકાઃ
ફૈબિયાનો કારૂઆના, હિકારુ નાકામુરા, વેસ્લી સો, ઈરિના ક્રુશ
રિઝર્વઃ લેઈનિયર ડોમિંગુઓઝ પેરેઝ અને અન્ના ઝાતોનસ્કી
કેપ્ટનઃ ઝોન ડોનલ્ડસન
વિશ્વના બીજી ખેલાડીઃ
તૈમૂર રાદઝાબોવ, અલિરેખા ફિરોઝા, બાસેમ અમીન, મરિયા મુઝિચુક
રિઝર્વઃ જોર્જ કોરી અને દિનારા સદુકોસાવા
કેપ્ટનઃ અર્કડી ડ્વોર્કોવિચ