નવી દિલ્હી : પ્રથમ વખત આ વર્ષે રાષ્ટ્રીય રમતોત્સવ સમારોહ કોરોના વાઈરસ મહામારીના કારણે ઑનલાઈન આયોજીત થશે. જેમાં બધા જ વિજેતાઓ પોત-પોતાના સ્થાન પરથી 29 ઓગસ્ટે લૉગ ઈન કરશે.
29 ઓગસ્ટે રમતગમત દિવસ નિમિત્તે રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે. આ દિવસ દિગ્ગજ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે.રમત મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષ પુરસ્કાર સમારોહ ઓનલાઈન યોજાશે. સરકારના નિર્દેશો મુજબ સમારોહના દિવસે વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે.
પ્રખ્યાત શૂટર જસપાલ રાણાના નામની ભલામણ આ વર્ષે દ્રોણાચાર્ય એવોર્ડ માટે રમત મંત્રાલયે રચિત પસંદગી સમિતિ દ્વારા કરી છે. 13 કોચના નામની ભલામણ કરવામાં આવી છે.
ગત્ત વર્ષે ભારતીય રાઈફલ સંઘે રાણાનું નામ મોકલ્યું હતુ, પરંતુ તેમને પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.એશિયાઈ રમતોના ગોલ્ડ મેડલ વિજેતા રાણાએ મનુ ભાકર, સૌરભ ચૌધરી અને અનીશ ભાનવાલ જેવા વિશ્વ સ્તરીય નિશાનેબાજ તૈયાર કર્યા છે.સુત્રો અનુસાર રાણા સિવાય હૉકી કોચ રમેશ પઠાનિયા, જૂડ ફેલિક્સ અને વુશૂ કોચ કુલદીપ પઠાનિયાનું નામ પણ મોકલ્યું છે.
સમિતિએ ધ્યાનચંદ એવોર્ડ માટે 15 નામ મોકલ્યા છે. સમિતિમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, પૂર્વ હૉકી કેપ્ટન સરદાર સિંહ, પૂર્વ પૈરાઓલ્મપિક ખેલાડી દીપા મલિક,પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી મોનાલિસા બરુઆ મહેતા, બોક્સર વેંકટેશન દેવરાજન, રમત કૉમેન્ટેટર અનીષ બતાવિયા અને પત્રકાર આલોક સિન્હા અને નીરુ ભાટિયા સામેલ છે.