ઓલિમ્પિક કાંસ્ય પદક મેળવનારી મેરીકૉમે ફાઈલનમાં ઓસ્ટ્રેલિયાની એપ્રિલ ફ્રૈંક્સને 5-0થી માત આપી હતી. છ વખત વિશ્વ ચેમ્પિયન મુક્કાબાજે મે મહિનામાં ઈન્ડિયા ઓપનમાં સુવર્ણ પદક જીત્યો હતો. પરંતુ ઓલિમ્પિક ક્વોલીફિકેશનમાં આગળ વધવા તેમણે એશિયાઈ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો નહોતો.
એશિયાઈ ચેમ્પિયનશિપ મે મહિનામાં થાઈલેન્ડમાં યોજાયો હતો. મેરીકોમે પોતાની પરીક્ષા કરવા માટે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેથી તે વિશ્વ ચેમ્પિયનશિપ પહેલા કેટલાક બાઉટ જીતી શકે. જે આગામી 21 સપ્ટેમ્બર સુધી રમાશે. નોંધનીય છે કે, મેરીકૉમે ગયા વર્ષે દિલ્હીમાં છઠ્ઠો વિશ્વ ખિતાબ પોતાના શિરે કર્યો હતો.