નવી દિલ્હી: લાંબી કૂદમાં ભારતના ટોચના ખેલાડી જેસવિન એલ્ડ્રિ (Jeswin Aldrin) ને લિક્ટેંસ્ટાઇનમાં આયોજિત ત્રીજી ગોલ્ડન ફ્રાય સિરીઝ (Golden Fry Series Meet) એથ્લેટિક્સ મીટમાં 8.12 મીટરના પ્રભાવશાળી પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ (Long jumper Jeswin Aldrin wins gold) જીત્યો હતો. એલ્ડ્રિને ભારતની બહાર પ્રથમ વખત આઠ મીટરનો અવરોધ પાર કર્યો છે. અગાઉની મેચોમાં તે આઠ મીટરનું અંતર સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો.
ગોલ્ડન ફ્લાય સિરીઝ : એલ્ડ્રિને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, લિક્ટેંસ્ટાઇનમાં ગોલ્ડન ફ્લાય સિરીઝમાં 8.12 મીટરના પ્રયાસથી ખરેખર ખુશ છું. તે એક લાંબી સીઝન હતી. જેમાં હજુ એક સ્પર્ધા છે. રવિવારે, ચેક રિપબ્લિકનો રાડેક જુસ્કા 7.70 મીટર સાથે બીજા ક્રમે જ્યારે નોર્વેનો હેનરિક ફ્લેટનેસ 7.66 મીટર સાથે ત્રીજા ક્રમે હતો. લાંબી કૂદ સ્પર્ધામાં ત્રિકૂદ ખેલાડી પ્રવીણ ચિત્રાવલે 7.58 મીટરના સમય સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.