નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના પ્રધાન કિરેન રિજિજુનું માનવું છે કે, ઓલિમ્પિકની રમતને હજુ થોડા મહિના બાકી હોવાથી 2020 ની ટોક્યો ઓલિમ્પિક અંગે કોઈએ પણ મુદ્દા ઉભા કરવા જોઈએ નહીં.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ ભારતના બેડમિંટન સ્ટાર ખેલાડી પરુપલ્લી કશ્યપ સહિતના ઘણા ખેલાડીઓના નિવેદનોની ટીકા કરી કરી છે. જેમાં આ ખેલાડીઓએ હાલ કોરોના વાયરસના રોગચાળાની ચિંતા વચ્ચે પણ ઓલિમ્પિકની તૈયારીઓ ચાલુ રાખવાની વાત કરી છે.
પત્રકારો સાથે વાત કરતા રિજિજુએ જણાવ્યુ હતુ કે કોઇએ પણ હાલ ઓલિમ્પિક સંદર્ભમાં કોઇ મુદો ઉઠાવવો જોઇએ નહી કારણ કે ત્રણ મહિના પછી શુ થવાનું છે ?તે કોઇને ખ્યાલ નથી. પણ જે રીતે હાલ સ્થિતિ પેદા થઇ રહી છે તે જોતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંગ્લન સરકારોએ જવાબ આપવો પડશે.
ઓલિમ્પિકની રમતો આગામી 24 જુલાઇથી શરૂ થવાની છે. પરંતુ, કોરોના વાયરસનો રોગચાળો ફેલાવવાના કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 9000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાથી વિશ્વમાં ખુબ મોટાપ્રમાણમાં અનેક આયોજનો રદ કરવામાં આવ્યા છે અથવા મુલવતી રાખવામાં આવ્યા છે.
ભારતમાં રમત મંત્રાલયે એક નવી એડવાઇઝરી ગુરુવારે જાહેર કરી હતી. જેમાં આગામી 15મી એપ્રિલ સુધી દેશમાં રમતગમતના તમામ કાર્યક્રમો સ્થગિત રાખવાનું જણાવવામાં આવ્યુ છે.
રિજિજુએ જણાવ્યુ હતુ કે દરેક રમત ગમત અને કાર્યક્રમો હાલ સ્થગિત કરાયા છે. પણ જે ખેલાડીઓ ઓલિમ્પિકમાં ક્વોલીફાઇ થયા છે અથવા જે ક્વોલીફાઇ થવાની પ્રક્રિયા હેઠળ છે જેમાં તેમને ખાસ તકેદારીમાં ટ્રેનિંગ ચાલુ રહેશે. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે કઇ રીતે ખેલાડીઓને પસંદગી કરવામાં આવશે ત્યારે તેમણે જણાવ્યુ કે અમે ખેલાડીઓના પ્રમાણે નક્કી કરીશુ. કારણ કે બધા સરખા નથી. કોઇને અપવાદ રૂપ ગણવામાં આવે તે ખુબ જટીલ છે. ત્યારે ફક્ત યોગ્ય ધારાધોરણો અને કાર્યવાહીનું પાલન કરીને જ આ પ્રક્રિયા કરી શકાશે.
કોરોના વાયરસને કારણે અન્ય દેશોમાં જવા-આવવા પર પ્રતિબંધ લાગતા ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપડા અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ જેવા સ્ટાર ખેલાડીઓને વિદેશી તાલીમ કેમ્પમાંથી દેશમાં પરત આવી જવા જણાવવામાં આવ્યુ છે. રિજિજુએ જણાવ્યુ કે બધા ખેલાડીઓએ આરોગ્ય મંત્રાલયે દ્વારા જાહેર કરાયેલી ક્વોરેન્ટાઇન પ્રક્રિયાઓમાંથી પસાર થવુ પડશે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે અને તે તમામને લાગુ પડે છે. ત્યારે કોરોના વાયરસથી અસરગ્રસ્ત દેશોમાંથી પરત ફરી રહેલા તમામ ખેલાડીઓને આરોગ્યની માર્ગદર્શિકા મુજબ 14 દિવસ કે નિયમ મુજબ આયસોલેન વોર્ડમાં રખાશે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.