ડેનમાર્ક: વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ખેલાડી શ્રીકાંતે 37 મિનિટ સુધી ચાલેલી મેચમાં ટોબીને 21-12 21-18થી હરાવી હતી. પાંચમી ક્રમાંકિત ભારતીય ખેલાડી હવે પછી હમવતન શુભંકર ડે અને કેનેડાના જેસન એન્થોની હો શુઇ વચ્ચેની મેચની વિજેતા સાથેરમશે.
લક્ષ્ય સેન મંગળવારે ક્રિસ્ટો પોપોવ પર સીધી રમતમાં જીત મેળવી બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. હવે પછીના રાઉન્ડમાં તેનો મુકાબલો ડેનમાર્કના હંસ ક્રિશ્ચિયન સોલબર્ગ વિટીંગસ સાથે થશે. 19 વર્ષ લક્ષ્યએ પોપોવને 21-9, 21-15થી હરાવી હતી.
વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) એ કોવિડ-19ને કારણે અનેક સ્પર્ધાઓ રદ કરવી પડી હતી અને એશિયા મંચ અને વર્લ્ડ ટૂર ફાઇનલ્સને આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની હોવાથી આ વર્ષે ડેનમાર્ક ઓપન સુપર 750 એકમાત્ર ટૂર્નામેન્ટ યોજી છે.