ETV Bharat / sports

Tokyo Paralympics : ભારતની દિકરી અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે ઈતિહાસ રચતાં ભારતની અવની લેખરાએ (Avani lekhara ) 10 મિટર એર રાઇફલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે.આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Tokyo Paralympics
Tokyo Paralympics
author img

By

Published : Aug 30, 2021, 9:09 AM IST

Updated : Aug 30, 2021, 9:56 AM IST

  • ભારતની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો
  • 10 મિટર એર રાઇફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
  • એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીત્યો

જયપુર : :ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics )માં ભારતના ગોલ્ડ મેડલ (Gold medal)નું ખાતું ખોલવામાં આવ્યું છે. આ ખાતું ભારતની મહિલા શૂટર અવની લેખારાએ ખોલ્યું છે, જેમણે 10 મીટર એર સ્ટેન્ડિંગમાં પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બનાવીને દેશ માટે સુવર્ણ વિજય નોંધાવ્યો હતો.

  • Phenomenal performance Avani Lekhara! Congratulations on winning a hard-earned & well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours: PM Modi pic.twitter.com/N2Uljy96Ut

    — ANI (@ANI) August 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્રણ ભારતીય રમતવીરો મેડલ જીતવામાં સફળ

ભારતની અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. છેલ્લો પાંચમો દિવસ ભારત માટે એક ઐતિહાસિક દિવસ હતો અને ત્રણ ભારતીય રમતવીરો મેડલ જીતવામાં સફળ રહ્યા.આ સિવાય ભારતના યોગેશ કથુનિયા ડિસક્સ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો : Janmashtami 2021 : વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શુભેચ્છાઓ

ચીની મહિલા શૂટર ઝાંગ 248.9 પોઇન્ટ સાથે બીજા ક્રમે

અવની લેખારા (Avani lekhara)એ ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવ્યા હતા, જે પેરાલિમ્પિક્સ (paralympics ) ગેમ્સના ઇતિહાસમાં નવો રેકોર્ડ છે. ફાઇનલમાં ચીની શૂટર દ્વારા અવનીને કઠિન સ્પર્ધા આપવામાં આવી હતી. પરંતુ પછી તેણે તેમના સંપૂર્ણ લક્ષ્ય સાથે તેમને હાર આપી હતી. ચીની મહિલા શૂટર ઝાંગ 248.9 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી અને સિલ્વર મેડલ જીત્યો.

એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી અવની લેખારા

જ્યારે અવની લેખારા 11 વર્ષની હતી, ત્યારે તે એક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં તેણીને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. જયપુર, રાજસ્થાનની રહેવાસી, અવની (Avani lekhara)એ મહિલાઓની 10 મીટર એર સ્ટેન્ડિંગ શૂટિંગની SH1 ઇવેન્ટમાં વિશ્વ રેન્કિંગ 5 માં સ્થાને છે.

આ પણ વાંચો : જામનગરની તનીશકાએ કૃષ્ણ ગીત ગાયું

વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

અવનીને અભિનંદન આપતા, પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું, "ખુબ જ સારૂ પ્રદર્શન અવની લેખારા! તમારા મહેનતુ સ્વભાવ અને શૂટિંગ પ્રત્યેના જુસ્સાને કારણે તે શક્ય બન્યું, ગોલ્ડ જીતવા બદલ અભિનંદન."

Last Updated : Aug 30, 2021, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.