ETV Bharat / sports

India vs South Africa: જંગી મહેનત છતા મેચ ડ્રો થતા ભારત ક્લીન સ્વીપ ચૂકી ગયું - Vaishnavi Vithal Phalke

Summer Series 2023 : ભારતીય મહિલા હોકી ટીમ દક્ષિણ આફ્રિકા સામે ક્લીન સ્વીપથી ચૂકી ગઈ છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ ડ્રો રહી છે. સવિતા પુનિયાના નેતૃત્વમાં ભારતીય ટીમે શ્રેણીની ત્રણ મેચ જીતી હતી.

India vs South Africa fourth Hockey match draw Summer Series 2023 cape town

author img

By

Published : Jan 23, 2023, 4:38 PM IST

કેપટાઉનઃ ભારતીય મહિલા હોકી ટીમ સમર સિરીઝ 2023ની ચોથી મેચ દક્ષિણ આફ્રિકા સામે જીતી શકી નથી. ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતે 16 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીની પ્રથમ મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું. 17 જાન્યુઆરીએ રમાયેલી બીજી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7-0થી હરાવ્યું હતું. ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ રમાઈ હતી, જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 4-0થી હરાવીને જીતની હેટ્રિક નોંધાવી હતી.

Hockey World Cup Knockout Stage : આ ટીમો ક્વાર્ટર ફાઈનલ માટે લડશે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અત્યાર સુધી હેડ ટુ હેડ 21 મેચ રમાઈ છે, જેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે દક્ષિણ આફ્રિકા સામે 12 મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાની ટીમે સાત મેચ જીતી છે. બંને વચ્ચે રમાયેલી ત્રણ મેચ ડ્રો રહી હતી. છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો ભારતીય મહિલા હોકી ટીમે ત્રણ મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ બેમાં જીત મેળવી છે.

આ પણ વાંચો: Hockey World Cup 2023 : વર્લ્ડ કપમાં ગોલની થઈ વરસાદ, મેચ દીઠ આટલા થયા ગોલ

વૈષ્ણવીએ બે ગોલ કર્યા દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ડેબ્યૂ કરનાર વૈષ્ણવી વિઠ્ઠલ ફાળકે છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ટીમ માટે બે મહત્વપૂર્ણ ગોલ કર્યા હતા. સાઉથ આફ્રિકાએ રવિવારે ભારત સામેની એક પછી એક હાર બાદ મજબૂત શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાની ક્વાનિટા બોબ્સે 8મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. વૈષ્ણવીએ 29મી મિનિટે ગોલ કરીને સ્કોર બરાબરી કરી હતી. દક્ષિણ આફ્રિકાના ટેરીન લોમ્બાર્ડે 35મી મિનિટે ફરી લીડ મેળવી હતી. વૈષ્ણવીએ અંતે 51મી મિનિટે પીસીને ગોલ કરી મેચ ડ્રો કરી દીધી હતી.

પાકિસ્તાન સૌથી વધુ ચાર વખત બન્યું છે ચેમ્પિયન : પાકિસ્તાન સૌથી વધુ વખત (1971, 1978, 1981, 1994) વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. જ્યારે નેધરલેન્ડ (1973, 1990, 1998) અને ઓસ્ટ્રેલિયા (1986, 2010, 2014) 3-3 વખત ચેમ્પિયન બની છે. જર્મની બે વખત ભારત અને બેલ્જિયમ 1-1થી ચેમ્પિયન બન્યું છે. ભારતમાં ચોથી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડની ટીમને આ વખતે વર્લ્ડ કપની દાવેદાર માનવામાં આવી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ તેના પૂલમાં ટોચ પર રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.