ETV Bharat / sports

Hockey World Cup today: આજે હોકી ફાઈનલ માટેની રેસ થશે શરુ - 15મા હોકી વર્લ્ડ કપ

15મા હોકી વર્લ્ડ કપનો (15th Hockey World) આજે 15મો દિવસ છે. વિશ્વની 16 ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 36 મેચો યોજાઈ ચૂકી છે. 16 માંથી ચાર ટીમ સેમીફાઈનલમાં (Hockey World Cup Semifinal) પહોંચી ગઈ છે, જેની વચ્ચે આજે ફાઈનલની ટિકિટ મેળવવા માટે જંગ ખેલાશે.

Hockey World Cup today: આજે હોકી ફાઈનલ માટેની રેસ થશે શરુ

author img

By

Published : Jan 27, 2023, 9:29 AM IST

ભુવનેશ્વર: ઓડિશાના રાઉરકેલા શહેરનું બિરસા મુંડા સ્ટેડિયમ સેમીફાઈનલ માટે તૈયાર છે. આજે વિશ્વની ચાર દિગ્ગજ ટીમો ફાઇનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. દિવસની પ્રથમ મેચ ત્રણ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા (1986, 2010, 2014) અને બે વખતની ચેમ્પિયન જર્મની (2002, 2006) વચ્ચે સાંજે 4:30 વાગ્યે રમાશે. તે જ સમયે, બીજી મેચ વર્તમાન ચેમ્પિયન બેલ્જિયમ (2018) અને ત્રણ વખતની ચેમ્પિયન નેધરલેન્ડ વચ્ચે સાંજે 7:00 વાગ્યે રમાશે.

આ પણ વાંચો: Axar Patel-Meha Patel wedding: અક્ષર પટેલ લગ્નના તાતણે બંધાયા, જાણો કોની સાથે કર્યા લગ્ન

બંને વચ્ચે ચાર મેચ ડ્રો: ઓસ્ટ્રેલિયા વિ જર્મની હેડ ટુ હેડ ઓસ્ટ્રેલિયા અને જર્મની વિશ્વની સૌથી મજબૂત ટીમો છે. બંને વચ્ચે 55 વખત ટક્કર થઈ ચૂકી છે. આ મેચોમાં બંને ટીમોએ એકબીજાને સખત પડકાર આપ્યો છે. જર્મનીએ ઓસ્ટ્રેલિયા સામે 21 મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી 46.47 ટકા છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ઓછી નથી. તેણે 20 મેચમાં જર્મનીને હરાવ્યું છે. જર્મનીની જીતની ટકાવારી 44.44 ટકા છે. બંને વચ્ચે ચાર મેચ ડ્રો રહી છે.

આ પણ વાંચો: Hockey World Cup 2023: જર્મનીએ ફ્રાંસને 5-1થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો

બંને વચ્ચે 32 મેચ રમાઈ: બેલ્જિયમ વિ નેધરલેન્ડ્સ નેધરલેન્ડ્સ હંમેશા બેલ્જિયમ પર પ્રભુત્વ ધરાવે છે. બંને વચ્ચે 32 મેચ રમાઈ છે, જેમાં નેધરલેન્ડે 20માં જીત મેળવી છે. બેલ્જિયમ સામે નેધરલેન્ડની જીતની ટકાવારી 62.5 છે. આ સાથે જ વર્તમાન ચેમ્પિયન બેલ્જિયમે નવ વખત જર્મનીને હરાવ્યું છે. નેધરલેન્ડ સામે બેલ્જિયમની જીતની ટકાવારી 28.12 ટકા છે. બંને વચ્ચે ત્રણ મેચ ડ્રો રહી છે. વર્લ્ડ રેન્કિંગ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન પર છે. તે જ સમયે, જર્મની રેન્કિંગમાં ચોથા સ્થાને છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ રેન્કિંગમાં બીજા સ્થાને છે અને 2018ની રનર્સ-અપ નેધરલેન્ડ્સ ત્રીજા સ્થાને છે. આ રેન્કિંગ પરથી અંદાજ લગાવી શકાય છે કે, ચારેય ટીમો વિશ્વની અગ્રણી ટીમો છે. તેથી જ આજની સેમી ફાઈનલ હાઈ વોલ્ટેજ બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.