ETV Bharat / sports

વર્લ્ડ એથ્લેટિક્સ રિલે માટે હિમા, દુતી 4x100 રિલે ટીમમાં થઈ શામેલ - સ્ટાર રનર હિમા દાસ

ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ (AFI)એ વર્લ્ડ રિલે માટે કુલ 20 એથ્લિટ્સની પસંદગી કરી છે. એપ્રિલ 2019માં દોહામાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ પછી ભારતીય દોડવીરો માટે આ પહેલી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે.

Hima Das
Hima Das
author img

By

Published : Apr 7, 2021, 12:55 PM IST

  • AFIએ વર્લ્ડ રિલે માટે કુલ 20 એથ્લિટ્સની પસંદગી કરી
  • હિમા દાસ અને દુતીચંદની 4x100 મીટર ટીમમાં પસંદગી કરાઈ
  • મંગળવારે પોલેન્ડમાં 1 અને 2 મેનાં રોજ ઓલમ્પિક ક્વોલિફિકેશન સ્પર્ધા યોજાશે

નવી દિલ્હી: સ્ટાર રનર હિમા દાસ અને રાષ્ટ્રીય રેકોર્ડ ધારક દુતીચંદની મંગળવારે પોલેન્ડમાં 1 અને 2 મેનાં રોજ યોજાનારી ઓલમ્પિક ક્વોલિફિકેશન સ્પર્ધા, વર્લ્ડ એથલેટિક્સ રિલે માટે ભારતીય મહિલા 4x100 મીટર ટીમમાં પસંદગી કરવામાં આવી હતી.

અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રી રોય અને એ. ટી. દનેશ્વરીને પણ ટીમમાં સ્થાન અપાયું

ગયા મહિને ફેડરેશન કપમાં મહિલાઓની 100 મીટર ફાઈનલમાં દુતીને હરાવનારી એસ. ધનાલક્ષ્મી પણ ટીમમાં છે. તેના સિવાય અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રી રોય અને એ. ટી. દનેશ્વરીને પણ ટીમમાં સ્થાન અપાયું છે.

આ પણ વાંચો : ઇંગ્લેન્ડના ક્રિકેટ નિર્દેશક એશ્લી ગિલ્સે કર્યો ખુલાસો, આર્ચરની આંગળી પરની ઈજા ફિશ ટેન્કના કારણે થઈ હતી

આઠ ટોચની ટીમો આપમેળે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ જશે

પોલેન્ડના સિલેશિયામાં યોજાનારી સ્પર્ધામાં ભારતની પુરુષોની 4x400 અને મહિલાઓની 4x400 મીટર રિલે ટીમો પણ ભાગ લેશે. વર્લ્ડ એથ્લેટિક્સ રિલેની આઠ ટોચની ટીમો આપમેળે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ જશે. ભારતની 4x400 મીટર મિશ્રિત રિલે ટીમે પહેલેથી જ દોહામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ 2019ની સેમિફાઇનલમાં પ્રવેશ કરીને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધી છે.

આ પણ વાંચો : IPL-14: વિરાટની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નઈમાં પ્રેક્ટીસ શરૂ કરી

કોરોના બાદ એથ્લિટ્સને પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર કરવા માટે ઉત્સાહિત

ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ (AFI)એ વર્લ્ડ રિલે માટે કુલ 20 એથ્લિટ્સની પસંદગી કરી છે. એપ્રિલ 2019માં દોહામાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ પછી ભારતીય દોડવીરો માટે આ પહેલી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે. AFIનાં અધ્યક્ષ આદિલ સુમરીવાલાએ જણાવ્યું કે, "અમે કોવિડ- 19ના કારણે લાંબા સમય બાદ પોતાના એથ્લિટ્સને પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે તૈયાર કરવા માટે ઉત્સાહિત છે."

ટીમ આ પ્રકારે છે :

  • પુરુષોની 4x400 મીટર રિલે: અમોજ જેકબ, નાગનાથન પાંદી, મુહંમદ અનસ યાહિયા, અરોકિયા રાજીવ, સાર્થક ભાંબરી, અય્યાસામી ધારૂન અને નિર્મલ ટોમ.
  • મહિલાઓની 4x400 મીટર રિલે: એમ .આર. પૂવમ્મા, શુભા વેંકટેશ, અંજલી દેવી, આર રેવતી, વી. કે. વિસ્મયા અને જિસ્ના મૈથ્યું.
  • મહિલાઓની 4x400 મીટર રિલે: એસ. ધનલક્ષ્મી, દુતી ચંદ, હિમા દાસ, અર્ચના સુસેન્દ્રન, હિમાશ્રી રોય અને એ. ટી. દાનેશ્વરી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.