ETV Bharat / sports

WPL 1: મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે છે તૈયાર - Mumbai Indians and Gujarat Giants

વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે. 4 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમ ઉદ્ઘાટન મેચમાં ટકરાશે. મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે, MI ની કેપ્ટનશીપ કરવાની તેના માટે મોટી તક છે.

WPL 1: મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે છે તૈયાર

author img

By

Published : Mar 3, 2023, 11:15 AM IST

નવી દિલ્હી: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે, 'તે ભૂમિકા સાથે ન્યાય કરવા માંગે છે અને સ્પર્ધામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગે છે'. હરમનપ્રીતે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મારા માટે આ એક મોટી તક છે અને હું તેને બંને હાથે લેવા માંગુ છું. મને આશા છે કે હું મારું 100 ટકા આપી શકીશ. હું ટૂર્નામેન્ટમાં દરેક રીતે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.

આ પણ વાંચો: IND Vs AUS 3rd Test: ઈન્દોર હોલકર સ્ટેડિયમની પીચ બેટિંગ માટે છે મુશ્કેલ: પૂજારા

ભારતની શાનદાર કપ્તાની: મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ ચાર્લોટ એડવર્ડ્સે હરમનપ્રીતની કેપ્ટન તરીકે નિમણૂક પર ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, 'મુંબઈ ઈન્ડિયન્સમાં હરમનપ્રીત કૌરને અમારી કેપ્ટન બનાવીને અમે ખૂબ જ ખુશ છીએ. તે એવા લોકોમાંથી એક છે જેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની શાનદાર કપ્તાની કરી છે. હું ખરેખર આગામી થોડા અઠવાડિયામાં તેની સાથે કામ કરવા માટે ઉત્સુક છું.

ભારતીય સ્થાનિક ખેલાડીઓ: હરમનપ્રીત, જેણે ભૂતકાળમાં WBBL અને ધ હન્ડ્રેડમાં ભાગ લીધો છે, તે માને છે કે WPL એ ખૂબ જ જરૂરી ટૂર્નામેન્ટ છે, જે નવા આવનારાઓને શોધવા માટે ભારતીય ક્રિકેટરો માટે ઘણું સારું કરશે. હરમને કહ્યું, 'વિદેશી ખેલાડીઓને જાણવા, તેમના અનુભવમાંથી કંઈક લેવા માટે WPL ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. ડબલ્યુબીબીએલ અને ધ હન્ડ્રેડમાં રમીને મેં જે અનુભવ અને આત્મવિશ્વાસ મેળવ્યો છે, હું ઈચ્છું છું કે યુવા ભારતીય સ્થાનિક ખેલાડીઓ પણ તે જ મેળવે. તેણે આગળ કહ્યું, 'તેના માટે વિદેશી ખેલાડીઓ સાથે સમય પસાર કરવાની આ એક સારી તક છે. ડબ્લ્યુપીએલ મને વ્યક્તિગત રીતે કેટલીક યુવા પ્રતિભાઓને નજીકથી જોવાની તક પણ આપશે. મને લાગે છે કે તે (WPL) તમામ ભારતીય ખેલાડીઓ માટે સારું પ્લેટફોર્મ છે.

આ પણ વાંચો: Suresh Raina Song Video: સુરેશ રૈનાએ પુત્રી ગ્રેસિયા માટે ગાયું ગીત

ક્ષણનો આનંદ ઉઠાવવો મહત્વપૂર્ણ: પાંચ ટાઇટલ અને સમૃદ્ધ વારસા સાથે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં સૌથી સફળ ફ્રેન્ચાઈઝી હોવાને કારણે, હરમનપ્રીતને લાગે છે કે MIની ઐતિહાસિક સફળતા માત્ર ખેલાડીઓને પ્રોત્સાહન આપશે અને વધારાના દબાણ તરીકે કામ કરશે નહીં. હરમને કહ્યું, 'અમે અહીં માત્ર ક્રિકેટ રમવા આવ્યા છીએ. મારા માટે આ ક્ષણનો આનંદ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તો જ હું મારું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી શકીશ.

ભારતીય ક્રિકેટને વધુ મજબૂત બનાવશે: મુંબઈના મુખ્ય કોચ ચાર્લોટે શનિવારે ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ સામેની તેમની શરૂઆતની મેચ પહેલા ટીમ દ્વારા કરવામાં આવી રહેલી તાલીમ વિશે પણ વાત કરી હતી. શાર્લોટે કહ્યું, 'અમારું પહેલું અઠવાડિયું શાનદાર રહ્યું છે અને અમે છેલ્લા બુધવારથી અહીં છીએ. ખેલાડીઓ શુક્રવારથી તાલીમ લઈ રહ્યા છે. અમે કેટલીક પ્રેક્ટિસ મેચ પણ રમીશું. ઇંગ્લેન્ડની કુશળ ખેલાડી ચાર્લોટ માને છે કે WPL આવનારા વર્ષોમાં ભારતીય ક્રિકેટને વધુ મજબૂત બનાવશે. ધ હન્ડ્રેડ ખરેખર મહિલા ક્રિકેટ માટે ખાસ છે. મને આશા છે કે WPL પણ સારું સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.