ETV Bharat / sports

PKL ની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સનો વિજય, સોનુના સુપર-10 એ તેલુગુ ટાઈટન્સને પછાડ્યું

પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સે વિજય મેળવ્યો છે. ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને તેલુગુ ટાઇટન્સને 38-32 થી પરાજય આપ્યો હતો. જેમાં તેલુગુ ટાઈટ્ન્સ બે વાર ઓલઆઉટ થઈ હતી. વાંચો રોમાંચક મુકાબલાની હાઈલાઈટ્સ...

PKL ની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સનો વિજય

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 1:36 PM IST

અમદાવાદ : 2 ડિસેમ્બર શનિવારના રોજ ગુજરાત જાયન્ટસ અને તેલુગુ ટાઈટન્સ વચ્ચે પ્રો કબડ્ડી લીગ સીઝન 10 ની પ્રથમ મેચ રમાઈ હતી. ગુજરાત જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કરીને તેલુગુ ટાઇટન્સને 38-32 થી પરાજય આપ્યો હતો. ગુજરાત જાયન્ટ્સના રાઇડર સોનુએ 11 ટચ પોઈન્ટ મેળવ્યા હતા અને તેની જ ટીમના દેશબંધુ રાકેશે મેચમાં 5 ટચ પોઇન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તેલુગુ ટાઇટન્સના કેપ્ટન પવન સેહરાવતે સુપર 10 દ્વારા પ્રો કબડ્ડી લીગમાં પુનરાગમન કર્યું હતું.

PKL ની પ્રથમ મેચ : મેચની શરુઆતની મિનિટોમાં જ તેલુગુ ટાઇટન્સે 4-3 થી સરસાઈ મેળવી લેતા રજનીશે રેઈડ પાડી હતી. જોકે ગુજરાત જાયન્ટ્સે વળતી લડત આપતા 7 મી મિનિટે સ્કોરને 5-5 થી બરોબરી પર લાવી દીધો હતો. થોડી જ ક્ષણો બાદ રાકેશે એક જોરદાર રેડ પાડી અને ગુજરાત જાયન્ટ્સને 6-5 ની સરસાઈ અપાવી હતી. રાકેશે વધુ એક રેડ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેલુગૂ ટાઇટન્સે તેનો સામનો કર્યો અને 10 મી મિનિટે 8-6 થી આગળ નીકળી ગયું હતું.

સોનુના સુપર-10 એ તેલુગુ ટાઈટન્સને પછાડ્યું

રોમાંચક મુકાબલો : તેલુગુ ટાઇટન્સના ડિફેન્સ યુનિટે ટેકલ કરવાનું જારી રાખ્યું હતું અને 14 મી મિનિટે તેની ટીમને 11-7 ના સ્કોર પર લીડમાં ટકી રહેવામાં મદદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સ 15 મી મિનિટે માત્ર 2 ડિફેન્ડરોમાં જ ખખડી ગયું હતું, જોકે ફઝલ અત્રાચલી અને મોહમ્મદ નબીબાક્ષની ઇરાની જોડીએ પવન સેહરાવતનો સામનો કરીને તેમની ટીમને 12-9 ના સ્કોર સાથે મેચમાં ટકી રહેવામાં મદદ કરી હતી. થોડી જ ક્ષણો બાદ ગુજરાત જાયન્ટ્સે સેહરાવતનો ફરીથી સામનો કર્યો અને સ્કોરને 13-13 ની બરાબરી પર લાવી દીધો હતો. તેલુગુ ટાઇટન્સ પ્રથમ હાફના અંત સુધીમાં 16-13 ના સ્કોર પર સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.

ટાઈટન્સ 2 વાર ઓલઆઉટ : ગુજરાત જાયન્ટ્સના સોનુએ બીજા હાફની શરૂઆતની મિનિટમાં જ સુપર રેઇડ ખેંચી લીધી અને 18-16 ના સ્કોર પર ફરી લીડ મેળવી લીધી હતી. ગુજરાત જાયન્ટ્સે 23 મી મિનિટમાં પ્રતિસ્પર્ધી ટીમને ઓલ આઉટ કરીને 22-18 પર મોટી લીડ મેળવી હતી. સોનુએ ગુજરાત જાયન્ટ્સ માટે રેઇડ પોઇન્ટ લેવાનું ચાલુ રાખ્યું અને 27 મી મિનિટે તેની ટીમને 26-19 ની સરસાઇ પર જાળવી રાખવામાં મદદ કરી હતી.

ટાઈટન્સ 2 વાર ઓલઆઉટ
ટાઈટન્સ 2 વાર ઓલઆઉટ

ગુજરાત જાયન્ટ્સનો વિજય : ગુજરાત જાયન્ટ્સે 33 મી મિનિટે તેલુગુ ટાઇટન્સને મેટિંગ પર માત્ર એક જ ખેલાડી પર સમેટી લીધું હતું. જોકે રોબિન ચૌધરીએ રેડ પાડીને તેની ટીમને સ્પર્ધામાં ટકી રહેવામાં મદદ કરી હતી. થોડી જ ક્ષણો બાદ સેહરાવતે એક રેડ પાડી અને તેની ટીમને ગુજરાત જાયન્ટ્સના સ્કોરની 30-28 ની નજીક લઈ જવામાં મદદ કરી હતી. ગુજરાતના સૌરવ ગુલિયાએ રોબિન ચૌધરીનો સામનો કરીને તેની ટીમને 38 મી મિનિટે વધુ એક વખત ઓલઆઉટ કરવામાં મદદ કરી હતી. ગુજરાત જાયન્ટ્સ છેલ્લી કેટલીક મિનિટોમાં તેમની લીડ જાળવી રાખી અને આખરે મેચ જીતવામાં સફળ રહી હતી.

આજની મેચ : ઉલ્લેખનીય છે કે, 3 ડિસેમ્બર રવિવારના રોજ PKL સીઝન 10 ની 2 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ તમિલ થલાઇવાસ અને દબંગ દિલ્હી કેસી વચ્ચે રાત્રે 8 વાગ્યે રમાશે. ત્યારબાદ રાત્રે 9 વાગ્યે બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સાથે બેંગલુરુ બુલ્સ ટકરાશે.

  1. પ્રો કબડ્ડી લીગમાં યુપી યોધ્ધાને 34-31થી હરાવીને યુ મુમ્બાની વિજયી શરૂઆત
  2. પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત, કહ્યું એક અદ્ભુત સિઝનની અપેક્ષા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.