ETV Bharat / sports

FIFA વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની, BTS બેન્ડ સિંગર જંગકુકે મચાવી ધુમ - FIFA World Cup

FIFA વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે જેમાં BTS સિંગર જંગકુકે પરફોર્મ કર્યું હતું. (FIFA World Cup 2022 Opening Ceremony )સ્ટેડિયમમાં હાજર દર્શકો BTSની ધૂન પર નાચતા જોવા મળ્યા હતા.

FIFA વર્લ્ડ કપ ઓપનિંગ સેરેમની, BTS બેન્ડ સિંગર જંગકુકે મચાવી ધુમ

author img

By

Published : Nov 21, 2022, 9:27 AM IST

દોહા(કતાર): 22મા FIFA વર્લ્ડ કપ 2022નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં BTSના જંગ કૂકે પ્રદર્શન કર્યું હતું. (FIFA World Cup 2022 Opening Ceremony )ફિફા ઓપનિંગ સેરેમનીમાં જંગકુક ઉપરાંત ઘણા સ્થાનિક અને વિદેશી દિગ્ગજ કલાકારો પણ અદભૂત પરફોર્મન્સ આપ્યુ હતુ અને લોકોનું મનોરંજન કર્યુ હતું. ઓપનિંગ સેરેમનીનું મુખ્ય આકર્ષણ દક્ષિણ કોરિયન બેન્ડ BTS હતું. આ સિવાય બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ પરફોર્મન્સ આપશે. નાઈજિરિયન ગાયક પેટ્રિક નેમેકા ઓકોરી, કોલંબિયન ગાયક જે બાલ્વિન અને અમેરિકન રેપર લિલ બેબી પરફોર્મ કરશે. સ્ટેડિયમમાં હાજર લગભગ 60 હજાર પ્રશંસકોએ વર્લ્ડ કપ ટ્રોફીની ઝલક મેળવી હતી,

દર્શકોનું મનોરંજન: ભારતની શેફાલી ચૌરસિયા પણ વર્લ્ડ કપમાં પોતાનો અવાજ ફેલાવશે. શેફાલી મધ્યપ્રદેશના નૈનપુરની રહેવાસી છે અને તેના પિતા સંતોષ ચૌરસિયાની પાનની દુકાન છે. શેફાલી ઉપરાંત, ગ્રેવિટાસ મેનેજમેન્ટ FZE ના આમંત્રણ પર ભારતથી 60-70 સભ્યોની ટીમ કતાર પહોંચી છે. જ્યાં તે અલખોરના ફેન ઝોનમાં 13 શો કરશે. મેચ દરમિયાન શેફાલીના ગીતો પ્રોજેક્ટર દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે, જે દર્શકોનું મનોરંજન કરશે.

32 દેશોની ટીમો: ભારતની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકી નથી, છતાં દેશના લોકો ફિફાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન ફિફા વર્લ્ડ કપ યોજાશે, જેમાં 32 દેશોની ટીમો ભાગ લેશે. ટીમોને આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. વર્લ્ડ કપ દરમિયાન 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 1930માં ઉરુગ્વેમાં થઈ હતી અને યજમાન જ ચેમ્પિયન બન્યું હતું. વિશ્વયુદ્ધને કારણે 1942 અને 1946માં વર્લ્ડ કપનું આયોજન થઈ શક્યું ન હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.