હૈદરાબાદ: ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંધાએ આજે ઈતિહાસ રચ્યો છે. કારણ કે તેણે FIDE ચેસ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં પહોંચવા માટે વિશ્વના નંબર 3 ફેબિયાનો કારુઆનાને ટાઈબ્રેક પછી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તે આ ખિતાબ માટે વિશ્વના નંબર 1 ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોર્વેના મેગ્નસ કાર્લસન સામે ટક્કર થશે.
-
🔥 Praggnanandhaa goes to the final of the #FIDEWorldCup!
— International Chess Federation (@FIDE_chess) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The Indian prodigy managed to beat world #3 Fabiano Caruana 3.5-2.5 after tiebreaks and will battle it out against Magnus Carlsen for the title.
📷 Maria Emelianova pic.twitter.com/FDOjflp6jL
">🔥 Praggnanandhaa goes to the final of the #FIDEWorldCup!
— International Chess Federation (@FIDE_chess) August 21, 2023
The Indian prodigy managed to beat world #3 Fabiano Caruana 3.5-2.5 after tiebreaks and will battle it out against Magnus Carlsen for the title.
📷 Maria Emelianova pic.twitter.com/FDOjflp6jL🔥 Praggnanandhaa goes to the final of the #FIDEWorldCup!
— International Chess Federation (@FIDE_chess) August 21, 2023
The Indian prodigy managed to beat world #3 Fabiano Caruana 3.5-2.5 after tiebreaks and will battle it out against Magnus Carlsen for the title.
📷 Maria Emelianova pic.twitter.com/FDOjflp6jL
વિશ્વના નંબર 3 ખેલાડી ફેબિયાનો કારુઆનાને હરાવ્યો: ટાઈબ્રેક બાદ ભારતીય ખેલાડી ફેબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવવામાં સફળ રહ્યો. પ્રથમ બે ટાઈ-બ્રેક ગેમ ડ્રો કર્યા પછી, ભારતીયે રેટિંગ દ્વારા વિશ્વના નંબર 3 કારુઆનાને હરાવ્યો છે. અગાઉ, રવિવારની પ્રજ્ઞાનંદા અને કારુઆના વચ્ચેની મેચ 47 ચાલમાં મડાગાંઠમાં રમત સમાપ્ત થઈ હતી.
ક્વોલિફાય થનાર માત્ર બીજો ભારતીય બન્યો છે: શનિવારે પ્રથમ ગેમ જીતનાર કાર્લસને અઝરબૈજાનના ખેલાડી નિજાત અબાસોવ સામે 74 ચાલમાં ડ્રો પર સેટલ થઈને ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. આ પ્રથમ વખત હતો, જ્યારે નોર્વેના સુપરસ્ટારે વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેન્નાઈના કિશોરવયના ચેસ સ્ટાર પ્રજ્ઞાનન્ધા, સુપ્રસિદ્ધ વિશ્વનાથન આનંદ પછી વિશ્વ કપની સેમિફાઇનલ માટે ક્વોલિફાય થનાર માત્ર બીજો ભારતીય બન્યો છે અને તે આવતા વર્ષે કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં પણ ભાગ લેશે.
ગયા વર્ષે ઓપન ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો હતો: ટૂર્નામેન્ટમાં ટોચના ત્રણ ફિનિશર્સ 2024માં ડિંગ લિરેન સામેના ચેલેન્જર નક્કી કરવા માટે કેન્ડિડેટ ઇવેન્ટ માટે ક્વોલિફાય થાય છે. ગયા વર્ષે, પ્રજ્ઞાનન્ધા નોર્વે ચેસ ગ્રુપ A ઓપન ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો હતો.
આ પણ વાંચો: