પેરિસ: ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 11000 ખેલાડીઓમાંથી 57 ટકા લોકોએ ક્વોલિફાય કર્યું છે. કોવિડ 19 રોગચાળાને કારણે મંગળવારે રમતોને એક વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવ્યા હતા. ગુરુવારે આઈઓસી અને 32માં આંતરરાષ્ટ્રીય રમત ગમત સંઘની ટેલિકોનફરન્સમાં ભાગ લેનારા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આઈઓસી પ્રમુખ થોમસ બકને રમતો મુલતવી રાખવાના નિર્ણય માટેનું કારણ જણાવ્યુ હતું. તે પછી કહ્યું કે, જે ખેલાડીઓ ટોક્યો 2020 માટે ક્વોલિફાય થયા છે તેઓ 2021માં પણ રમશે.
સૂત્રએ કહ્યું, 'વાતચીતમાં લાયકાતનો મુદ્દો અગ્રણી હતો. કેટલાક ફેડરેશનોમાં, ઘણા ખેલાડીઓ હજી લાયકાત ધરાવતા નથી અને તે માટે તેમને ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય જરૂરી છે. બોકસિંગ સહિતની અનેક રમતોની ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે.
57 ટકાએ કોટ હાંસલ કર્યો
ટોક્યો રમતમાં ભાગ લેનારા 11,000 એથ્લેટ્સમાંથી 57 ટકા લોકોએ રમતોમાં પહેલાથી જ ક્વોટા હાંસલ કરી લીધા છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) અને જાપાન સરકારે મંગળવારે COVID-19 રોગચાળાને કારણે રમતોને 2021 સુધી મુલતવી રાખી છે.