ETV Bharat / sports

Asian Games 2023: એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલું, પાંચમા દિવસે ગોલ્ડ મેડલ જીત્યો - એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

ભારતે એશિયન ગેમ્સના પાંચમા દિવસનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીતીને દેશ માટે છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં 24 મેડલ જીત્યા છે.

Etv BharatAsian Games 2023
Etv BharatAsian Games 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2023, 11:57 AM IST

હાંગઝોઉઃ ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ચાર દિવસમાં દેશ માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. આજે ગુરુવારે પણ દિવસનો પહેલો ગોલ્ડ મેડલ ભારતની જોલીમાં આવ્યો છેે. ભારતે 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

રોશિબિના દેવીએ 60 કિલો વજનમાં આ સિલ્વર જીત્યો: આજે સવારે ભારતીય ખેલાડીએ વુશુમાં સિલ્વર જીત્યો છે. ભારતીય વુશુ ખેલાડી રોશિબિના દેવીએ 60 કિલો વજનમાં આ સિલ્વર જીત્યો છે. એશિયાડના ઈતિહાસમાં વુશુમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ છે. ફાઈનલમાં તે ચીનની જિયાઓ વેઈ વુ સામે હારી ગઈ હતી.

રોશિબિના દેવીનો આ બીજો મેડલ છે: એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધીમાં વુશુમાં 10 મેડલ જીત્યા છે, જેમાં 2 સિલ્વર અને 8 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. રોશીબીના દેવી પહેલા, સંધ્યા રાણી દેવીએ 2010માં ગુઆંગઝુમાં મહિલાઓની 60 કિગ્રામાં પ્રથમ સિલ્વર જીત્યો હતો. એશિયામાં રોશિબિના દેવીનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 2018 એશિયન ગેમ્સમાં 60 કિગ્રા વજનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને વેઈ વુ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બેડમિન્ટનમાં પીવી સિંધુએ વિજય અપાવ્યો: બેડમિન્ટનમાં પીવી સિંધુએ જીત મેળવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. બેડમિન્ટનમાં પીવી સિંધુએ ભારતીય મહિલા ટીમને વિજયી શરૂઆત અપાવી છે. તેણે મંગોલિયાને 21-2, 21-3થી હરાવ્યું છે. ભારતે 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

  • REMARKABLE ROSHIBINA🥈🌟

    Roshibina won a sparkling Silver medal in the Wushu women’s 60 kg category at the #AsianGames2022

    Interestingly, Roshibina upgraded the color of her medal from bronze, which she won in 2018, Jakarta AG, to Silver this time.🔥🫡

    Kudos, champ!… pic.twitter.com/5uygAMK8Ta

    — SAI Media (@Media_SAI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રદર્શન: એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 23 મેડલ જીત્યા છે. જેમાંથી 5 ગોલ્ડ મેડલ છે. જેમાંથી 3 શૂટિંગમાં ગોલ્ડ જીત્યા છે. ઘોડેસવારી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે જ મહિલા ક્રિકેટ ટીમે પણ શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતને 7 સિલ્વર મેડલ મળ્યા છે. જેમાં શૂટિંગમાં 4 મેડલ, રોઇંગમાં 2 મેડલ અને સેલિંગમાં 1 મેડલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ 10 બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. જેમાં 3 બ્રોન્ઝ મેડલ રોઈંગમાં અને 6 શૂટિંગમાં જ્યારે 2 સેઈલીંગમાં જીત્યા છે.

આ પણ વાંચો:

  1. Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો
  2. Asian Games 2023: બાળપણથી જ તોફાની આદર્શ સિંહે તેની બહેન સાથે શરૂ કરી તાલીમ, પુત્રની સિદ્ધિ પર માતા-પિતા સમક્ષ વ્યક્ત કરી ખુશી, સરકારને કરી આ વિનંતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.