ઢાકા: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની(Asian Champions Trophy) મેચમાં બુધવારે ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-3થી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો(IND Beat PAK 4 3 in Thrilling Bronze Medal Encounter) હતો. આ સાથે ભારતે ટૂર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહીને પોતાના અભિયાનનો અંત લાવ્યો. મેચના પહેલા હાફથી જ બંને ટીમોએ શાનદાર રમત બતાવી અને ત્રીજી જ મિનિટમાં ભારતના હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરની મદદથી ટીમ માટે પહેલો ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ(2021 Asian Champions Trophy Hockey) અપાવી.
બીજા હાફમાં જોરદાર મુકાબલો
જો કે, પાકિસ્તાને પણ જોરદાર વાપસી કરી અને ગોલ કરીને 1-1થી બરાબરી કરી લીધી. અફરાઝે આ ગોલ કર્યો હતો. બીજા હાફમાં બંને ટીમો વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો, પરંતુ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી.
ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા ભારતની શાનદાર રમત
મેચના ત્રીજા હાફમાં અબ્દુલ રાણાએ પાકિસ્તાન માટે બીજો ગોલ કરીને ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા ભારતે પણ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર રમત(Won the Bronze Medal Hockey 2021) દાખવી હતી અને સુમિતે ક્વાર્ટરના અંત પહેલા 2-2ની બરાબરી કરી હતી.
ચોથો ગોલે ભારતની જીત
અંતિમ હાફમાં પાકિસ્તાન ભારત સામે લાચાર દેખાતું હતું, વરુણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ભારત માટે ત્રીજો ગોલ ફટકારતાં જ ભારતીય ટીમ મેચમાં 3-2થી આગળ થઈ ગઈ હતી. આ પછી અક્ષયદીપ સિંહે ચોથો ગોલ કરીને ભારતની જીત(India VS Pakistan Semi Final) સુનિશ્ચિત કરી હતી.
આ પણ વાંચોઃ Test match India 2021: સ્પિનર રવિચંદ્રન અશ્વિનએ વિચારોના સંઘર્ષમાંથી બહાર આવી ટેસ્ટ મેચ માટે ઉડાન ભરી
આ પણ વાંચોઃ English Premier League : સ્થગિત નહીં થાય, આ રીતે થશે આયોજન