સુરત આગામી 20 તારીખથી 36મી નેશનલ ગેમ્સ રમવા જઈ રહી છે, ત્યારે શહેરમાં ગતરોજ રાતે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા ટેબલ ટેનિસના ત્રણ ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. આ ત્રણે ખિલાડીઓનું શહેરીજનોએ ઉમળકાભેર (36th National Games in Surat) સ્વાગત કર્યું હતું. તેમાં કોલકાતા તેમજ હૈદરાબાદના બે ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા હતા. આ ત્રણે ખિલાડીઓએ શહેરના વેસુ કેનાલ પાથ વે પર શરૂ કરવામાં આવેલા ત્રિદિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલની પણ મજા માણી હતી. (National Games in Surat table tennis)
36 માંથી 4 ગેમ સુરતમાં ઉલ્લેખનીય છે કે, 36મી નેશનલ ગેમ્સનું આયોજન આ વખતે ગુજરાતમાં (national games gujarat) કરવામાં આવ્યું છે. આ નેશનલ ગેમ્સમાં કુલ 36 ગેમ્સ રમાડવામાં આવશે. આ 36 માંથી કુલ ચાર ગેમ સુરત ખાતે રમાડવામાં આવશે. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ હેન્ડ બોલ અને બીચ બોલીબોલ સુરત ખાતે રમાડવામાં આવશે. આ ગેમ્સમાં ભાગ લેવા માટે વિવિધ ખેલાડીઓ સુરત આવી પહોંચ્યા છે, ત્યારે ગતરોજ રાતે કોલકાતાની પ્રાપ્તિ સેન અને હૈદરાબાદના બે ખેલાડીઓ શ્રીજા અલુકા અને સ્નેહિત સુરવાજુલા સુરત આવી પહોંચ્યા હતા. તેમનું શેરીજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. (Surat National Games Sports)
ડુમસ બીચ ઉપર રમાડવામાં આવશે 20થી 24 સપ્ટેમ્બર દરમિયાન ટેબલ ટેનિસનું આયોજન (national games gujarat) કરવામાં આવ્યું છે. તેમજ 1થી 6 ઓક્ટોબર દરમિયાન બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ગેમ્સ શહેરના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. તે ઉપરાંત 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન બીચ હેન્ડ બોલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 6 થી 9 ઓક્ટોબર દરમિયાન બીચ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને ગેમ્સ શહેરના ડુમસ બીચ ઉપર રમાડવામાં આવશે. table tennis game in Surat, national games 2022