ટોક્યો ઑલ્મિપિક 2020માં ભારતને ચેમ્પિયન અર્જેન્ટીના અને વર્લ્ડ નંબર વન ઑસ્ટ્રેલિયાની સાથે પૂલ Aમાં રાખવામાં આવી છે.તે સિવાય ભારતના પૂલ Aમાં સ્પેન, ન્યૂઝીલેન્ડ અને જાપાન સામેલ છે. પૂલ Bમાં બેલ્જિયમ, નેધરલેન્ડ, જર્મની ,ગ્રેટ બ્રિટન, કેનેડા અને સાઉથ આફ્રિકાને સ્થાન મળ્યું છે.
International Hockey Federation એ પુલની જાહેરાત કરી હતી. વર્લ્ડ હોકીમાં ભારત પાંચમા સ્થાને છે. ભુવનેશ્વરમાં ભારતે રુસને 11-3થી હાર આપીને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.
ભારતીય મહિલા ટીમને પણ પુલ Aમાં સ્થાન મળ્યું છે. તેમની સાથે ગત્ત ચેમ્પિયન ગ્રેટ બ્રિટેન અને નેધરલેન્ડ પણ સામેલ છે. આ સિવાય પુલ Bમાં જર્મની, આયરલેન્ડ અને સાઉથ આફ્રિકા સામેલ છે.તો પુલ Bમાં ઓસ્ટ્રેલિયા, આર્જટિના,ન્યૂઝીલેન્ડ, સ્પેન, ચીન અને મેજબાન ટીમ જાપાન સામેલ છે. ભારતીય મહિલા ટીમ દુનિયામાં 9માં સ્થાન પર છે.
ભારત અમેરિકાને 6-5ના હાર આપી ઓલ્મપિક માટે ક્વોલિફાય કર્યુ છે. FIHએ કહ્યું કે, પુલ નક્કી કરવા માટે સમાન પ્રક્રિયા અપનાવવામાં આવી છે. જે રિયો ઑલ્મિપિક 2016 માં અપનાવવામાં આવી હતી. ટોચની 16 રેન્કની તમામ ટીમો તેમાં સામેલ છે. જેથી ફેન્સ આવતા વર્ષે ટોક્યોમાં મોટો મુકાબલો જોઈ શકે છે.
2020 ટોક્યો ઑલ્મિપિકમાં હોકીનો મુકાબલો આવતા વર્ષ 25 જુલાઈથી 7 ઓગ્સ્ટસુધી નવા બનેલા (OI) હોકી સ્ટેડિયમમાં રમાશે.