- ભારતીય પુરુષ હોકી ટીમનું મેચમાં જર્મની સામે શાનદાર પ્રદર્શન
- ભારતીય ટીમ બેલ્જિયમ 6 અને 8 માર્ચે બ્રિટન સામે રમશે
- ભારતીય ટીમની હોકીમાં આ ત્રીજી હાર
ક્રેફેલ્ડ (જર્મની): ભારતીય પુરુષ હોકી ટીમે ફરી એકવાર મંગળવારે રમાયેલી મેચમાં જર્મની સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં 6-1થી જીત મેળવનારી ટીમે બીજી મેચમાં જર્મનીને 1-1થી ડ્રોમાં રોકી હતી. ભારત તરફથી જર્મનપ્રીતસિંહે 14 મિનિટમાં ગોલ કર્યો જ્યારે, જર્મનીના માર્ટિન હેનરે 29મી મિનિટમાં ગોલ કર્યો હતો. બીજા હાફમાં, બંને ટીમોએ રક્ષાત્મક હોકીનું પ્રદર્શન કર્યું અને કોઈ પણ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી.
ભારતીય ટીમ હોકી ક્ષેત્રે સ્પર્ધામાં પરત ફરી
કોરોના રોગચાળાના એક વર્ષ પછી, ભારતીય ટીમ હોકી ક્ષેત્રે સ્પર્ધામાં પરત ફરી છે અને પ્રથમ મેચ 6-1થી જીતી. મેચમાં ભારત તરફથી વિવેક (27મી અને 28મી મિનિટ) ઉપરાંત નીલકાંત શર્મા (13મી મિનિટ), લલિતકુમાર ઉપાધ્યાયે (41મી મિનિટ), આકાશદીપ સિંઘ (42મી મિનિટ) અને હરમનપ્રીત સિંહે (47મી મિનિટ) ગોલ કર્યા હતા. મેજબાન જર્મનીએ ભારતીયોને ખુલીને રમવાનો મોકો આપ્યો ન હતો. હવે ભારતીય ટીમ યુરોપ પ્રવાસના છેલ્લા ભાગમાં બેલ્જિયમ જશે જ્યાં તેઓ 6 અને 8 માર્ચે બ્રિટન સામે રમશે. અગાઉ વર્લ્ડ નંબર 3 જર્મનીએ મંગળવારે ચાર મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતીય મહિલા હોકી ટીમને 2-0થી હરાવી હતી. ભારતીય ટીમની આ ત્રીજી હાર છે. આ જીત સાથે મેજબાન જર્મનીની ટીમે શ્રેણીમાં 3-0ની લીડ મેળવી લીધી છે.