ભારતના સ્ટારને બહાર લઇ આવ્યા
રોહિતે કહ્યું કે, ' IPL એ જે કામ ભારતીય ક્રિકેટમાં કર્યુ, તેવી જ રીતે તમારે તેની ક્રેડિટ ICLને પણ આપવી પડશે જે ભારતના સ્ટાર ખેલાડીઓને બહાર લઇને આવી છે.' તેઓએ કહ્યું કે, ' ભારતીય ફુટબોલે છેલ્લા કેટલાક વર્ષમાં સારો વિકાસ કર્યો છે. જેને લઇને યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દેખાડવાની એક તક મળશે.
ખેલાડીઓ પર વિશ્વાસ હોવો જોઇએ
રોહિતના માનવા મુજબ વિશ્વ સ્તર સુધી પહોંચવામાં ભારતને હજુ થોડો સમય લાગશે. પરંતુ બધા જ ખેલાડી પર વિશ્વાસ હોવો જરૂરી છે.
તેઓએ વધુમાં કહ્યું કે, 'અમારે ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે, આ એક લાંબી પ્રક્રીયા છે. આપણે ખેલાડીઓ પર વિશ્વાસ રાખવાની જરૂર છે. ફુટબોલ આગળ વધી રહ્યું છે, તે એક પ્રક્રિયા છે જેમાં સમય લાગે. ભારતીય ક્રિકેટ ટીમ પણ એક દિવસમાં નંબર 1 નથી બની, તેની શરૂઆત 1930ના દાયકામાં થઇ હતી.