ભારતમાં આગમી વર્ષે યોજાનાર ફીફા અંડર-17 મહિલા વિશ્વ કપના અધિકારીક લોગોનું શનિવારે અનાવરણ કરવામાં આવ્યુ હતુ. એક વર્ષ પછી વિશ્વ કપનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રિય રમત-ગમત પ્રધાન કિરણ રિજિજૂ, ફીફાના મુખ્ય મહિલા ફુટબોલ અધિકારી સેરાઈ બારેમન, એલઓસી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને બે વાર વિશ્વ કપ વિજેતા ક્રિસ્ટીન લિલી પણ હાજર રહ્યા હતા.
આપને જણાવી દઈએ કે, આ પહેલા 2017માં ફીફા અંડર-17 પુરુષ વિશ્વ કપનું સફળ આયોજન કર્યુ હતું. આ વિશ્વ કપ ઈંગ્લેન્ડના નામે થયો હતો. અંડર-17 મહિલા વિશ્વ કપ 2 થી 21 નવેમ્બર સુધી દેશના વિવિધ ભાગોમાં આયોજિત કરવામાં આવશે. યજમાન દેશ તરીકે ભારતને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળશે.