ઈન્ડિયન સુપર લીગ(ISL)માં રવિવારે શ્રીકાંતિરાવા સ્ટેડિયમમાં એક રોમાંચક મેચ રમવામાં આવશે. જેમાં અત્યારસુધી આ સિઝનમાં વિજેતા રહેલી મેજબાન બેંગ્લુરૂ એફસીનો મુકાબલો મુંબઇ સિટી એફસી સાથે થશે. થોડી અજુગતી શરૂઆત બાદ મેજબાન ટીમે લય પ્રાપ્ત કરી છે અને હવે તે 7 મેચમાં 13 અંક મેળવીને 10 ટીમોના ટેબલમાં બીજા સ્થાને છે. સૌથી મહત્વની વાત એ છે કે, ચાર્લ્સ કુઆટાર્ડની ટીમ અત્યાર સુધી વિજયી છે અને ટૂર્નામેચનો બેસ્ટ ડિફેન્સ રેકોર્ડ પોતાના નામે કરી ચુકી છે.
બેંગ્લુરૂ ટીમે સાત મેચમાં માત્ર બે ગોલ થવા દીધા છે. જેમાંથી એક ગોલ પેનલ્ટી પર થયો છે. આવી સ્થિતિમાં મુંબઇ સિટીને ગોલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. આનું કારણ એ છે કે, બેંગ્લોરની ટીમે હજુ સુધી તેમના હોમ ગ્રાઉન્ડમાં એક પણ ગોલ થવા દીધો નથી.
બેંગ્લુરૂની ડિફેન્સની કમાન જુઆનનના હાથમાં છે અને તેમને અલ્બર્ટ સેરાનનો સાથ છે. સાથે જ બેંગ્લુરૂ પાસે ચેમ્પિયન ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધૂ છે. ડિફેન્સને જ્યારે પણ મુશ્કેલી આવી છે, ત્યારે ગુરપ્રીતે ટીમનો બચાવ કર્યો છે. ઓડિશા એફસીના વિરૂદ્ધ ગુરપ્રીતનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું અને તેમની ટીમ 1-0થી જીતી હતી. તે મેચમાં ગુરપ્રીતે 6 ગોલ બચાવ્યા હતા.
કુઆડાર્ટે કહ્યું કે, 'મને લાગી રહ્યું છે કે, મુંબઇની પાસે થોડા નવા ખેલાડી છે પરંતુ આ ટીમની આત્મા તે જ છે. હું મારા ખેલાડિઓ પર વિશ્વાસ રાખું છું અને મારી ટીમ સારૂં પ્રદર્શન કરશે, એ મને વિશ્વાસ હોય છે. અમે બીજી ટીમને અમારી વિરૂદ્ધ ગોલ કરવાની તક આપી નથી.'
ડિફેન્સ તો બેંગ્લુરૂનું ઘણું સારૂં છે પરંતુ એટેકમાં તેમની કમજોરી સામે આવી છે. ફોરવર્ડ લાઈન ગોલ કરવા માટે સંધર્ષ કરતા જોવા મળે છે. આ ટીમે અત્યારસુધી 7 મેચમાં માત્ર 7 ગોલ કર્યા છે. આ ટીમે માત્ર એક વખત એક અથવા તેનાથી વધુ ગોલ કર્યા છે.
જોર્જ કોસ્ટાની મુંબઇ એક વખત ફરિ અમિને ચેરમીટી પર નિર્ભર રહેશે જે આ સીઝનમાં 4 ગોલ કરી ચૂક્યા છે. કેરલા બ્લાસ્ટર્સ વિરૂદ્ધ જીત મેળવ્યા બાદ મુંબઇની ટીમે ગત 6 મેચમાં એક પણ જીત મેળવી નથી અને ટીમ માટે જીત મેળવવી ખૂબ જરૂરી બની ગઇ છે.
કોસ્ટાએ કહ્યું કે, એ સાચું છે કે ગત મેચ અમે હાર્યા નથી, પરંતુ અમે જીત્યા પણ નથી. અને જીત મેળવવા માટે ઘણું બધું કર્યું છે માટે અમારે કાલે પણ આને જાળવી રાખવું પડશે.