ETV Bharat / sports

લા લીગા ખિતાબ ગુમાવનારા મેસીએ કહ્યું- નબળી હતી બાર્સિલોનાની ટીમ - સ્પેનિશ ફૂટબોલ ચેમ્પિયનશિપ લા લીગા

મેસીએ કહ્યું કે, મેડ્રિડે તમામ મેચને જીતીને જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ ચેમ્પિયન બનવામાં અમે તેમની મદદ કરી છે. અમારે અમારી રમતની રીત અને ખેલાડીઓના પ્રદર્શનની ટીકા કરવી પડશે.

ETV BHARAT
લા લીગા ખિતાબ ગુમાવનારા મેસીએ કહ્યું- નબળી હતી બાર્સિલોનાની ટીમ
author img

By

Published : Jul 17, 2020, 5:10 PM IST

બાર્સિલોનાઃ સ્પેનિશ ફૂટબોલ ચેમ્પિયનશિપ લા લીગાના ખિતાબ બચાવવામાં અસળ રહ્યા બાદ બાર્સિલોનાના દિગ્ગજ ખેલાડી મેસીએ નારાજગી વ્યક્ત કરતાં ટીમને નબળી ગણાવી છે.

રિયાલ મેડ્રિડે બાર્સિલોનાના ગત 3 વર્ષના દબદબાને પૂર્ણ કરી સ્પેનની ઘરેલૂ ફૂટબોલ લીગના ટોચના ખિતાબ પર કબ્જો કર્યો છે.

ETV BHARAT
મેસી

મેસીએ ગુરુવારે ટીમને નબળી ગણાવીને કહ્યું કે, ચેમ્પિયન લીગ જીતવાની તક બનાવી રાખવા માટે તેમણે પોતાની રીતને જલ્દી બદલવાની જરૂર છે.

રિયાલ મેડ્રિડ વિલ્લારીયાલને 2-1થી હરાવીને સ્પેનિશ ફૂટબોલ ચેમ્પિયનશિપ લા લીગામાં ગત ત્રણ વર્ષમાં પ્રથમ અને કુલ 34મો ખિતાબ જીતવામાં સફળ રહીં છે.

મેસીએ એક ટેલીવિઝનના ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આ મેચ અમારા સમગ્ર વર્ષની રમત જેવો રહ્યો છે. આમારી ટીમ નબળી રહી છે.

ETV BHARAT
મેસી

તેમણે કહ્યું કે, મેડ્રિડે તમામ મેચને જીતીને જોરદાર પ્રદર્શન કર્યું, પરંતુ ચેમ્પિયન બનવામાં અમે તેમની મદદ કરી છે. અમારે અમારી રમતની રીત અને ખેલાડીઓના પ્રદર્શનની ટીકા કરવી પડશે.

કોરોના વાઇરસના કારણે જ્યારે લીગને રોકવામાં આવી હતી, ત્યારે બાર્સિલોના પાસે 2 પોઈન્ટનો વધારો હતો, પરંતુ લીગ ફરી શરૂ થયા બાદ રિયાલ મેડ્રિડે પોતાના તમામ 10 મેચમાં જીત મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.