નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને 2011 ODI વર્લ્ડ કપમાં ટૂર્નામેન્ટના સર્વોત્તમ ખેલાડીનો એવોર્ડ મેળવનાર યુવરાજ સિંહના ઘરે બીજી વાર પારણું બંધાયુ છે. યુવરાજ સિંહની પત્ની હેઝલ કીચે એક બાળકીને જન્મ આપ્યો છે. આ રીતે યુવરાજ સિંહ બીજી વખત પિતા બન્યો છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પોસ્ટમાં તેણે ઈમોશનલ કેપ્શન આપ્યું છે, સાથે જ તેની દીકરીનું નામ પણ જાહેર કર્યું છે. યુવરાજની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે અને યુવરાજના ફેન્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
દીકરીનું નામ ઓરાઃ યુવરાજ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પોસ્ટ કરતા જણાવ્યું કે, તેણે પોતાની દીકરીનું નામ 'ઓરા' રાખ્યું છે. યુવરાજે એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ સિવાય ઓરા પણ જોવા મળી રહી છે. યુવરાજે કેપ્શનમાં લખ્યું છે કે, 'ઊંઘ વગરની રાતો હવે સારી થઈ ગઈ છે. અમે અમારી નન્હી પરી 'ઓરા'નું સ્વાગત કરીએ છીએ. યુવરાજની પત્ની હેઝલે બીજા બાળકને જન્મ આપ્યો છે, આ પહેલા તેને એક પુત્ર પણ છે.
2016માં થયા લગ્નઃ ભારતના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે 30 નવેમ્બર 2016ના રોજ બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હેઝલે લગ્નના 6 વર્ષ પછી એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ઓરિઅન કીચ સિંહ છે. અને હવે તેમના ઘરે એક નાનકડી પરી આવી છે, જેનું નામ ઓરા છે.
આ પણ વાંચોઃ