અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રએ ICC વર્લ્ડ કપ 2023ની શરૂઆતની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને સૌને ચકીત કરી દિધા છે. રવિન્દ્રએ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેણે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં 123 રનની અણનમ ઇનિંગ રમી અને ડેવોન કોનવે સાથે મળીને ન્યુઝીલેન્ડને 9 વિકેટે શાનદાર જીત અપાવી હતી.
-
A scintillating maiden hundred from young sensation Rachin Ravindra drives the New Zealand chase 🎉@mastercard milestones moments🏏#CWC23 | #ENGvNZ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 👉 https://t.co/UHHhrxNt3O pic.twitter.com/7uThys93mD
">A scintillating maiden hundred from young sensation Rachin Ravindra drives the New Zealand chase 🎉@mastercard milestones moments🏏#CWC23 | #ENGvNZ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023
Details 👉 https://t.co/UHHhrxNt3O pic.twitter.com/7uThys93mDA scintillating maiden hundred from young sensation Rachin Ravindra drives the New Zealand chase 🎉@mastercard milestones moments🏏#CWC23 | #ENGvNZ
— ICC Cricket World Cup (@cricketworldcup) October 5, 2023
Details 👉 https://t.co/UHHhrxNt3O pic.twitter.com/7uThys93mD
કોણ છે રચીન રવીન્દ્ર?: રચિન ભારતીય મૂળનો કિવી ખેલાડી છે. ડાબા હાથના ખેલાડીનો જન્મ અને ઉછેર વેલિંગ્ટનમાં થયો હતો. તેના માતાપિતા બેંગલુરુ, કર્ણાટકના રહેવાસી છે અને તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે. રચિનના માતા-પિતા ન્યુઝીલેન્ડમાં સ્થળાંતરિત થયા. માતા-પિતા ન્યુઝીલેન્ડ ગયા તે પહેલા રચિને તેના વતન બેંગલુરુમાં ક્લબ લેવલની ક્રિકેટ રમી હતી.
કેવી રીતે રચીન રવીન્દ્ર નામ રાખવામાં આવ્યું: રચિન રવીન્દ્ર નામ રાખવા પાછળ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. વાસ્તવમાં, તેના પિતા ઈચ્છતા હતા કે તે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરનું મિશ્રણ બને અને તેનામાં બંનેના ગુણો હોવા જોઈએ. આ રીતે તેઓએ તેનું નામ રચીન રાખ્યું હતું.
2 વર્ષ પહેલા જ ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ: રચિન ન્યુઝીલેન્ડ માટે યુવા ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. વાંકડિયા વાળવાળા આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે. 23 વર્ષના આ ઓલરાઉન્ડરે માત્ર 2 વર્ષ પહેલા જ ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી 13 ODI મેચ રમી છે.તેમણે કાનપુરમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં તેણે હેરીબ્રુકને તેની પહેલી જ ઓવરમાં ડેવોન કોનવેના હાથે કેચ આઉટ કરાવીને ચાહકોના દિલ જીતી લીધા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી સદી: રચિને 82 બોલમાં સદી ફટકારી: રચિને 96 બોલમાં 11 શાનદાર ફોર અને 5 શાનદાર સિક્સરની મદદથી 123 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 128.1 હતી. ન્યૂઝીલેન્ડ તરફથી રમતા તેણે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. તેણે 82 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડના કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી હતી.
આ પણ વાંચો: