ETV Bharat / sports

Womens T20 World Cup: પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની શાનદાર જીત, સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો આ ટીમ સાથે થશે - undefined

ICC મહિલા T20 વર્લ્ડ કપની ગ્રુપ 2 મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 114 રને હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પાંચ વિકેટે 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ નવ વિકેટે 99 રન જ બનાવી શકી હતી.

womens-t20-world-cup-england-beat-paksitan-india-vs-australia-in-semifinal

author img

By

Published : Feb 22, 2023, 8:48 AM IST

કેપટાઉન: ઇંગ્લેન્ડે મંગળવારે તેની છેલ્લી લીગ મેચમાં પાકિસ્તાનને 114 રને પરાજય આપીને ICC મહિલા T20 વર્લ્ડ કપના ગ્રુપ બેમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈંગ્લેન્ડની આ જીતનો અર્થ એ છે કે ગ્રુપમાં બીજા સ્થાને રહેલી ભારતીય ટીમને સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત ટીમના પડકારનો સામનો કરવો પડશે.

સેમિફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે: ભારત ચારમાંથી ત્રણ મેચ જીતીને છ પોઈન્ટ સાથે ગ્રુપ ટુમાં બીજા સ્થાને છે. સેમિફાઇનલમાં ભારત ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયા ગ્રુપ I માં તેમની તમામ ચાર મેચ જીતી હતી અને આઠ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઈંગ્લેન્ડે ગ્રુપ 2 માં ચારમાંથી આઠમાં જીત મેળવી હતી. સેમિફાઇનલમાં તેનો મુકાબલો ગ્રુપ Iમાંથી બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે.

આ પણ વાંચો Tata bags title rights for WPL: ટાટા ગ્રુપે IPL બાદ WPL ના રાઇટ્સ પણ મેળવ્યા

ઈંગ્લેન્ડનો વિજય: ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પાંચ વિકેટે 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મહિલા ટી20 વર્લ્ડ કપમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ટીમે 200 રનનો આંકડો પાર કર્યો હોય. પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 99 રન જ બનાવી શકી હતી. નેટ સાયવર બ્રન્ટે ઈંગ્લેન્ડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 40 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા સાથે અણનમ 81 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો International Cricket Match Records: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના રેકોર્ડને તોડવા ટીમ ઈન્ડિયા આગળ

પાકિસ્તાનનો કારમો પરાજય: પાકિસ્તાન કોઈપણ સમયે લક્ષ્ય હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં દેખાતું ન હતું. તેના ચાર બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા, જેમાંથી નવમાં નંબરની બેટ્સમેન તુબા હસને સૌથી વધુ 28 રન બનાવ્યા, ઈંગ્લેન્ડ માટે કેથરિન સાયવર-બ્રન્ટ અને ચાર્લોટ ડીને બે-બે વિકેટ લીધી. ઈંગ્લેન્ડ તરફથી ઓપનર ડેનિયલ વ્હાઈટે 33 બોલમાં 59 રન બનાવીને ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. આ બંને સિવાય એમી જોન્સે 31 બોલમાં 47 રનની આક્રમક ઇનિંગ રમી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.