કોલંબો: ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2023 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. કોલંબોમાં રમાયેલી સુપર-4ની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 49.1 ઓવરમાં 213 રન બનાવ્યા બાદ શ્રીલંકાની ઈનિંગને 41.3 ઓવરમાં 172 રનમાં સમેટી લીધી હતી. સ્પિનરોના પ્રભુત્વવાળી આ મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં હાર સાથે જ શ્રીલંકાની વનડેમાં સતત 13 મેચોની જીતનો સિલસિલો પણ તૂટી ગયો હતો.
-
Through to the final of #AsiaCup2023 with an impressive win 🇮🇳#INDvSL pic.twitter.com/PmobEV6vgc
— ICC (@ICC) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Through to the final of #AsiaCup2023 with an impressive win 🇮🇳#INDvSL pic.twitter.com/PmobEV6vgc
— ICC (@ICC) September 12, 2023Through to the final of #AsiaCup2023 with an impressive win 🇮🇳#INDvSL pic.twitter.com/PmobEV6vgc
— ICC (@ICC) September 12, 2023
પ્રથમ દાવમાં ભારતનો ધબડકોઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ રોહિત અને શુભમન ગિલે ફરી એકવાર ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ 48 બોલમાં 53 રનની ઝડપી ઇનિંગ રમી હતી અને શુભમન ગિલ સાથે પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાન સામે અણનમ સદી રમનાર લોકેશ રાહુલ 39 અને ઈશાન કિશન 33 અક્ષર પટેલ 26 એ મોહમ્મદ સિરાજ 5 રન સાથે છેલ્લી વિકેટ માટે 27 રનની ભાગીદારી કરી અને ટીમને 213 રન સુધી પહોંચાડી દીધી. શ્રીલંકા તરફથી દિનુથ વેલાલેજે 5 વિકેટ લીધી હતી.
-
2 wins in 2 days for Team India! 🇮🇳
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Kuldeep Yadav's brilliant 4-wicket haul and the disciplined efforts of India's pacers were the defining moments in a low-scoring showdown against Sri Lanka, resulting in a 41-run victory! #AsiaCup2023 #INDvSL pic.twitter.com/eokXOPQ9xe
">2 wins in 2 days for Team India! 🇮🇳
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023
Kuldeep Yadav's brilliant 4-wicket haul and the disciplined efforts of India's pacers were the defining moments in a low-scoring showdown against Sri Lanka, resulting in a 41-run victory! #AsiaCup2023 #INDvSL pic.twitter.com/eokXOPQ9xe2 wins in 2 days for Team India! 🇮🇳
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023
Kuldeep Yadav's brilliant 4-wicket haul and the disciplined efforts of India's pacers were the defining moments in a low-scoring showdown against Sri Lanka, resulting in a 41-run victory! #AsiaCup2023 #INDvSL pic.twitter.com/eokXOPQ9xe
કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહ ચમક્યાઃ શ્રીલંકાની ટીમ 214 રનના ટાર્ગેટ સામે 41.3 ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુનિથ વેલાલેગાએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. ધનજંય ડી સિલ્વાએ 41, અસલંકાએ 22 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી કુલદીપ યાદવે 43 રનમાં 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 33 2નમાં 2 વિકેટ, જસપ્રીત બુમરાહે 30 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 17 રનમાં 1 વિકેટ તથા હાર્દિક પંડ્યાએ 14 રનમાં 1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ