ETV Bharat / sports

T20 World Cup : હાર્દિક પાછો આવશે તો વેંકટેશનું શું થશે? - Kolkata Knight Riders

સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી નિરાશ પરત ફરેલી ભારતીય ટીમ ફરી એકવાર વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે શ્રેણીમાં જીત મેળવીને આગળ વધી છે. ODI બાદ ભારતે T20 (T20 World Cup) સિરીઝમાં પણ ક્લીન સ્વીપ કર્યું હતું. વેંકટેશ અય્યર આ શ્રેણીમાંથી ભારત માટે સૌથી મોટી શોધ સાબિત થયો છે.

T20 World Cup : હાર્દિક પાછો આવશે તો વેંકટેશનું શું થશે?

author img

By

Published : Feb 22, 2022, 10:42 AM IST

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 (T20 World Cup) શ્રેણીમાં વેંકટેશ અય્યરનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોયા બાદ, ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું કે, વેંકટેશ T20 વર્લ્ડ કપ 2022ની રેસમાં હાર્દિક પંડ્યા કરતા આગળ છે. આ સમગ્ર શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરા દેખાયા છે, જેમાં વેંકટેશ અય્યરનો સમાવેશ થાય છે. જે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) તરફથી રમે છે.

અય્યરે 19 બોલમાં 35 રનની અણનમ ઈનિંગ રમી

ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ ટી20 (T20 World Cup) મેચમાં અય્યરે 19 બોલમાં 35 રનની અણનમ ઈનિંગ રમી હતી. 27 વર્ષીય ખેલાડીએ ત્રણ મેચમાં 92 રન સાથે ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે શ્રેણી પૂરી કરી અને બે વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: 6 વર્ષ બાદ પહેલીવાર ભારતે T20માં નંબર વન વેસ્ટ ઈન્ડિઝને કચડ્યું

વેંકટેશ અય્યર હાર્દિક પંડ્યા કરતા છે આગળ

વસિમ જાફરે ESPN Ncricinfo પર જણાવ્યું કે, આ શ્રેણી બાદ મને લાગે છે કે, અય્યર થોડો આગળ છે. કારણ કે તમે નથી જાણતા કે, હાર્દિક પંડ્યા અત્યારે કેટલો ફિટ છે. સ્વાભાવિક છે કે, હાર્દિક પંડ્યા માટે IPL કેવું રહેશે, તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, પરંતુ આ વખતે વેંકટેશ અય્યર હાર્દિક પંડ્યા કરતા આગળ છે.

અય્યર વર્લ્ડ કપમાં સારૂ પ્રદર્શન અપાવી શકે છે : જાફર

વસિમ જાફરે વધુ જણાવ્યું કે, "મને આશ્ચર્ય થાય છે કે તે છઠ્ઠા નંબરના બેટ્સમેન તરીકે કેટલું સારું રમી રહ્યો છે. અમે તેને એક ઓપનર તરીકે જોયો છે, છઠ્ઠા નંબર પર રહેવું અને આટલી સારી રીતે રમત પૂરી કરવી ખૂબ જ સારી વાત છે. આ ઉપરાંત તેણે જે રીતે બોલિંગ કરી છે તેનાથી તેણે કેટલીક મહત્વની વિકેટ પણ મેળવી છે. તે ચોક્કસપણે ભારતને વર્લ્ડ કપમાં એક સારૂ પ્રદર્શન અપાવી શકે છે.

આ પણ વાંચો: રોહિત શર્માને ભારતના ત્રણેય ફોર્મેટની જવાબદારી મળી, હવે શર્મા ટેસ્ટ ટીમની કેપ્ટનસી પણ કરશે

રાહુલ દ્રવિડ પણ અય્યરના પ્રદર્શનથી ખુશ હતા

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ આ શ્રેણીમાં અય્યરના પ્રદર્શનથી ખુશ હતા. રવિવારે જીત બાદ દ્રવિડે કહ્યું કે, "હું જાણું છું કે અય્યર IPLમાં ઓપનર તરીકે રમે છે, પરંતુ અમે તેને કેવા પ્રકારની ભૂમિકા નિભાવતા જોઈએ છીએ તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ છીએ." કારણ કે આ લોકો ટોપ થ્રીમાં રહીને ઘણું સારું કરી રહ્યા છે. એટલા માટે અમે તેને પડકાર આપ્યો, અમે તેને તે સ્થિતિમાં બેટિંગ કરવા સક્ષમ બનવાની ભૂમિકા આપી છે. જ્યારે પણ તે વધુ સારું રમ્યો છે, ત્યારે તેણે વધુ પ્રદર્શન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.