ETV Bharat / sports

T20 World Cup: કોહલી અને રોહિતની નજર આ રેકોર્ડ્સ પર રહેશે

T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે થશે. ક્રિકેટની દુનિયાની સૌથી મોટી સ્પર્ધા 23 ઓક્ટોબરે એટલે કે, દિવાળીના એક દિવસ પહેલા યોજાશે. આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ઘણા મોટા રેકોર્ડ્સ (T20 World Cup records) છે જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની નજર છે.

T20 વર્લ્ડ કપ: કોહલી અને રોહિતની નજર આ રેકોર્ડ્સ પર રહેશે

author img

By

Published : Oct 16, 2022, 1:02 PM IST

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપની (T20 World Cup) રાહ પૂરી થઈ ગઈ છે. આજથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ શ્રીલંકા અને નામિબિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમીને પોતાની સફર શરૂ કરશે. આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા ઘણા મોટા રેકોર્ડ્સ (T20 World Cup records) છે જેના પર રોહિત શર્મા અને વિરાટ કોહલીની નજર છે.

આ રેકોર્ડ તુટી શકે છે: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ કરિયરમાં અત્યાર સુધી કુલ 33 મેચ રમી ચૂક્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ T20 વર્લ્ડ કપમાં 33 મેચ રમી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાકિસ્તાન સામે 2022 T20 વર્લ્ડ કપમાં પ્રવેશતાની સાથે જ ભારત માટે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની જશે. ધોનીએ 2007 થી 2016 વચ્ચે કુલ 33 T20 મેચ રમી છે. રોહિતે 2007 થી 2021 સુધી કુલ 33 મેચ રમી છે.

નવો રેકોર્ડ બની શકે છે: કોહલી મહેલા જયવર્દનેને પાછળ છોડી શકે છે અને રોહિત-શ્રીલંકાના દિગ્ગજ માહેલા જયવર્દને તમામ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે, તેમણે 31 મેચમાં 1,016 રન બનાવ્યા છે. પરંતુ સ્ટાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા (33 મેચમાં 847) અને વિરાટ કોહલી (21 મેચમાં 845) અને ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર (30 મેચમાં 762) આ દિગ્ગજનો પીછો કરી રહ્યા છે અને આ વખતે રેકોર્ડ બની સકે છે.

ટૂર્નામેન્ટમાં કુલ સદી: T20 વર્લ્ડ કપમાં 2 સદી ફટકારનાર ક્રિસ ગેલ એકમાત્ર બેટ્સમેન છે. વેસ્ટ ઈન્ડિઝના ટી20 લિજેન્ડે 2007 અને 2016ની ટૂર્નામેન્ટમાં આ સદીઓ ફટકારી હતી. સક્રિય ખેલાડીઓમાં ઈંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સ અને ફોર્મમાં ચાલી રહેલા જોસ બટલર આ રેકોર્ડનો પીછો કરી રહ્યા છે.

સૌથી વધુ રન: વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો, તેમણે 2014ની આવૃત્તિમાં 319 રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાનના સ્ટાર્સ બાબર આઝમ (2021માં 203 રન), ડેવિડ વોર્નર (2021માં 289 રન), મોહમ્મદ રિઝવાન (2021માં 281 રન) અને ઈંગ્લેન્ડના ઓપનર જોસ બટલર (2021માં 269 રન) આ રેકોર્ડ તૂટી શકે છે. લિયામ લિવિંગસ્ટોન, સૂર્યકુમાર યાદવ અને ટિમ ડેવિડ જેવા નવા સ્ટાર્સ પણ આ રેકોર્ડના માલિક બની શકે છે.

કુલ 50 પ્લસ સ્કોર: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 50 કે, તેથી વધુ 10 વખત સ્કોર કર્યો છે. તેના દેશબંધુ રોહિત શર્મા (8 વખત 50 પ્લસ સ્કોર) અને ડેવિડ વોર્નર (6 વખત) તેનો રેકોર્ડ તોડી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.