ETV Bharat / sports

ટી-20 વર્લ્ડ કપ ભારતની બહાર રમાવાનો નિશ્ચિત, ICCને અપાઈ આંતરિક માહિતી - ક્રિકેટ ન્યૂઝ

ICC બોર્ડમાં આ ઘટનાક્રમથી અવગત BCCI (Board of Control for Cricket in India)ને એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતા જાળવવાની શરતે કહ્યું કે, 'હાં, BCCIએ ICC બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રૂપે અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે '

ICC
ICC
author img

By

Published : Jun 6, 2021, 11:09 AM IST

  • ટી-20 વર્લ્ડ કપ ભારતની બહાર રમાવાનો નિશ્ચિત
  • ટૂર્નામેન્ટ માટે યુએઈ હંમેશા પ્રથમ વિકલ્પ
  • ઔપચારિક રૂપે અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો

નવી દિલ્હી: ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ટી -20 વર્લ્ડ કપ (T20 World Cup)નું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવાની તૈયારીઓ થઈ રહી છે. કારણ કે દેશમાં કોવિડ -19 ની મુશ્કેલ પરિસ્થિતિને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ આંતરિક રૂપે ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને તૈયારી શરૂ કરવા માટે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: UAEમાં બાકી રહેલી IPL મેચો રમાશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થશે ટૂર્નામેન્ટ

ટૂર્નામેન્ટ માટે યુએઈ હંમેશા પ્રથમ વિકલ્પ

આ ટૂર્નામેન્ટ માટે યુએઈ હંમેશા પ્રથમ વિકલ્પ હતો, ઓક્ટોબરમાં શરૂ થનારા વર્લ્ડ કપ (World Cup)માં અબુ ધાબી, દુબઈ અને શારજાહ સાથે ઓમાનની રાજધાની મસ્કતને ચોથા સ્થળના ભાગ રૂપે જોડવામાં આવ્યું છે.

ઔપચારિક રૂપે અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો

ICC બોર્ડમાં આ ઘટનાક્રમથી અવગત BCCIને એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતા જાળવવાની શરતે કહ્યું કે, 'હાં, BCCIએ ICC બોર્ડની બેઠક દરમિયાન ઔપચારિક રૂપે અંતિમ નિર્ણય લેવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે ' પરંતુ આંતરિક રૂપે તેઓએ કહ્યું કે, તેઓ હોસ્ટિંગના રાઇટ્સ રાખવા માગે છે અને યુનાઇટેડ આરબ અમીરાત અને ઓમાનમાં યોજાનારી ટુર્નામેન્ટમાં કોઈ વાંધો નથી.

આ પણ વાંચો: IPL 2021: ' ભારતમાં રહેવું ખુબજ ભયાનક હતું', ઘરે પહોંચતાની સાથે જ વોર્નરનું મોટું નિવેદન

યૂએઈમાં ટી-20 વર્લ્ડ કપની મેચને નવેમ્બરમાં શરૂ કરવામાં આવી શકે છે

તેઓએ કહ્યું કે, 'જો IPL 10 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ જાય છે તો યૂએઈમાં ટી-20 વર્લ્ડ કપની મેચને નવેમ્બરમાં શરૂ કરવામાં આવી શકે છે. આનાથી વૈશ્વિક મેચ માટે પિચ તૈયાર કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય મળશે. દરમિયાન, પ્રથમ અઠવાડિયાની મેચ ઓમાનમાં રમાઈ શકે છે.'

કેટલા વિદેશી ખેલાડીઓ ભારત આવવાનું જોખમ લેશે

બીજો મોટો પ્રશ્ર એ છે કે જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કેટલા વિદેશી ખેલાડીઓ ભારત આવવાનું જોખમ લેવાનું ઇચ્છશે. તેણે કહ્યું, "તે IPL રમવા યુએઈ આવશે અને ત્યાં ટી -20 વર્લ્ડ કપ રમવા માટે પણ તૈયાર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.