- ટી20 વર્લ્ડ કપમાં વિશ્વભરના 20 શ્રેષ્ઠ મેચ અધિકારીઓનો સમાવેશ
- એક ભારતીય અમ્પાયરનો પણ સમાવેશ
- શ્રીલંકાના રંજન માદુગલે મેચ રેફરી હશે
ન્યુઝ ડેસ્કઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ગુરુવારે રાઉન્ડ વન મેચો અને આગામી 2021 મેન્સ ટી20 વર્લ્ડ કપના સુપર 12 લેગ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. તેમાં વિશ્વભરના 20 શ્રેષ્ઠ મેચ અધિકારીઓનો સમાવેશ છે.તેમજ ભારતીય ટીમની પહેલી મેચ 24 એક્ટોબરે પાકિસ્તાન સાથે રમાશે. તો ટૂર્નામેન્ટની પહેલી સેમિફાઈનલ મેચ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઈનલ મેચ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે.
ટી20 વર્લ્ડ કપની યાદી
યાદીમાં નીતિન મેનન એકમાત્ર ભારતીય અમ્પાયર છે, જ્યારે જવાગલ શ્રીનાથ મેચ રેફરી રહેશે. 45 મેચની ટુર્નામેન્ટ માટે 16 અમ્પાયર અને ચાર મેચ રેફરી સહિત ત્રણ અમ્પાયર તેમના છઠ્ઠા આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં અમ્પાયર કરશે, જેમાં અલીમ ડાર, મેરાઈસ ઈરેસ્મસ અને રોડ ટકરનો સમાવેશ છે.
World cup 2019ની ફાઇનલમાં શ્રીલંકાના અમ્પાયર હતા
આઈસીસીના એક રિલીઝ મુજબ, શ્રીલંકાના કુમાર ધર્મસેના, જે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલ માટે મેદાન પરના અમ્પાયર હતા અને ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચેની ટુર્નામેન્ટની પ્રથમ મેચ માટે અમ્પાયર રહેશે.
શ્રીલંકાના અન્ય ખેલાડી ખૂબ અનુભવી રંજન માદુગલે મેચ રેફરી હશે, જેમાં ટીવી અમ્પાયર તરીકે રિચર્ડ કેટલબરો અને ચોથા અધિકારી તરીકે અહસાન રઝા હશે.
આ પણ વાંચોઃ MS Dhoniને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવાયા
આ પણ વાંચોઃ ICCએ જાહેર કર્યું ટી-20 વર્લ્ડ કપનું શિડ્યુલ, 24 ઓક્ટોબરે ટકરાશે ભારત-પાકિસ્તાન