અમદાવાદ : વર્લ્ડ કપ 2023 ની બહુપ્રતીક્ષિત ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાશે. માત્ર ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. 14 ઓક્ટોબરે રમાનારી આ મેચ માટે બંને ટીમોએ તૈયારી કરી લીધી છે અને સખત પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. આ સાંભળીને ક્રિકેટ ચાહકોના ચહેરા પર ચમક આવી જશે. આ અપડેટ શુભમન ગિલના ભારત-પાકિસ્તાન મેચમાં રમવા અંગે છે.
-
Shubman Gill is being closely monitored and He will play in the match against Pakistan on 14th October if all goes well. (Cricbuzz) pic.twitter.com/sNkK51RHXc
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shubman Gill is being closely monitored and He will play in the match against Pakistan on 14th October if all goes well. (Cricbuzz) pic.twitter.com/sNkK51RHXc
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023Shubman Gill is being closely monitored and He will play in the match against Pakistan on 14th October if all goes well. (Cricbuzz) pic.twitter.com/sNkK51RHXc
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023
શુભમન ગીલની નેટ પ્રેક્ટિસ શરૂ : ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ બીમારીને કારણે હજુ સુધી વર્લ્ડ કપ 2023 માં રમી શક્યા નથી. જોકે હવે તે સ્વસ્થ થઈ ગયો છે અને તેણે અમદાવાદમાં નેટ્સમાં બેટિંગ પણ શરૂ કરી દીધી છે. શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે રમાયેલી ભારતની બે મેચમાંથી બહાર હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને પ્લેઈંગ-11 માં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં રમી શકે છે. શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હરીફ પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કરવા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
-
Shubman Gill has started batting practice at Ahmedabad.
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- Great news for Indian cricket & fans..!! pic.twitter.com/zi1gZAt7LL
">Shubman Gill has started batting practice at Ahmedabad.
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023
- Great news for Indian cricket & fans..!! pic.twitter.com/zi1gZAt7LLShubman Gill has started batting practice at Ahmedabad.
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023
- Great news for Indian cricket & fans..!! pic.twitter.com/zi1gZAt7LL
ટીમ ઈન્ડીયા અમદાવાદ પહોંચી : 11 ઓક્ટોબર બુધવારના રોજ દિલ્હીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 14 ઓક્ટોબર શનિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે આજે અમદાવાદ પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાની ટીમ બુધવારે જ અમદાવાદ પહોંચી ગઈ હતી અને અત્યારથી જ સખત પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.