નવી દિલ્હીઃ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ જીતનાર સંદીપ શર્માની નવજાત પુત્રીએ પણ છેલ્લી ઓવરમાં પોતાના કારનામા જોયા છે. તેની પત્ની અને પુત્રી ઘરે બેસીને ટીવી પર મેચ જોતા હોવાની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર યુઝર્સ વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
છેલ્લી ઓવરની મેચનો રોમાંચ: આ ક્લિપમાં જોઈ શકાય છે કે, સંદીપ શર્માની નવજાત પુત્રી તેની માતાના ખોળામાં બેસીને રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી છેલ્લી ઓવરની મેચનો રોમાંચ જોઈને આનંદથી હસી રહી છે. ક્રિકઇન્ફો વેબસાઇટ દ્વારા આનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ,સંદીપ શર્માની દીકરી તેની માતાના ખોળામાં બેસીને પિતા સંદીપ શર્માની શાનદાર બોલિંગનો આનંદ માણી રહી છે.
- — Sandeep sharma (@sandeep25a) April 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Sandeep sharma (@sandeep25a) April 13, 2023
">— Sandeep sharma (@sandeep25a) April 13, 2023
આ પણ વાંચો: CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે, ધોની ઘૂંટણની ઈજાથી છે પરેશાન
રાજસ્થાન રોયલ્સનો વિજય: તમને જણાવી દઈએ કે, બુધવારે રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રને હરાવ્યું હતું. છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ચાલેલી આ રોમાંચક મેચને લઈને રમતપ્રેમીઓમાં ઘણી ચર્ચા થઈ રહી છે. પીચનો મિજાજ જોઈને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ખોટો નિર્ણય સાબિત થયો અને રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.
-
WHAT. A. GAME! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Another day, another last-ball finish in #TATAIPL 2023! 😎@sandeep25a holds his nerve as @rajasthanroyals seal a win against #CSK! 👍 👍
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#CSKvRR pic.twitter.com/vGgNljKvT6
">WHAT. A. GAME! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Another day, another last-ball finish in #TATAIPL 2023! 😎@sandeep25a holds his nerve as @rajasthanroyals seal a win against #CSK! 👍 👍
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#CSKvRR pic.twitter.com/vGgNljKvT6WHAT. A. GAME! 👏 👏
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Another day, another last-ball finish in #TATAIPL 2023! 😎@sandeep25a holds his nerve as @rajasthanroyals seal a win against #CSK! 👍 👍
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#CSKvRR pic.twitter.com/vGgNljKvT6
આ પણ વાંચો: IPL 2023 records: IPLમાં કોઈપણ એક ટીમ માટે આટલી મેચમાં કેપ્ટનશીપ કરનાર ધોની ચેપોકમાં સન્માનિત
ચેન્નાઈ 3 રને હારી ગઈ હતી: રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરને અંતે 8 વિકેટના નુકસાને 175 રન બનાવ્યા હતા, અને ચેન્નાઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ચેન્નાઈ 20 ઓવરને અંતે 6 વિકેટ ગુમાવીને 172 રન બનાવી શકી હતી. આમ ચેન્નાઈ 3 રને હારી ગઈ હતી.