નવી દિલ્હી: એશિયા કપની યજમાનીને લઈને નિર્ણય અટકી ગયો છે. 4 ફેબ્રુઆરીએ પાકિસ્તાને હોસ્ટિંગ બચાવવા માટે એશિયા ક્રિકેટ કાઉન્સિલની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ACCના તમામ પદાધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં હોસ્ટિંગ અંગેનો નિર્ણય માર્ચ સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બોલર રવિચંદ્રન અશ્વિને આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
BCCI પોતાના નિર્ણય પર અડગ: એશિયા ક્રિકેટ કાઉન્સિલના (Asia Cricket Council) પ્રમુખ જય શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પાકિસ્તાને સ્થળ બદલવાની માંગ કરી હતી. પરંતુ BCCI પાકિસ્તાન ન જવાના પોતાના નિર્ણય પર અડગ છે. હજુ સુધી એશિયા કપના સ્થળને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે નિશ્ચિત છે કે તેનું આયોજન પાકિસ્તાનની બહાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તેનું આયોજન UAEમાં થઈ શકે છે. માર્ચમાં ફરી એશિયા ક્રિકેટ કાઉન્સિલની બેઠક મળશે જેમાં નિર્ણય લેવામાં આવશે.
રવિચંદ્રન અશ્વિનનો અભિપ્રાય: આ વખતે એશિયા કપનું યજમાન પાકિસ્તાન છે પરંતુ ટીમ ઈન્ડિયા ત્યાં જઈને એશિયા કપ રમવા માંગતી નથી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે એશિયા કપનું આયોજન ક્યાં કરવું જોઈએ. બોલર રવિચંદ્રન અશ્વિને પણ આ અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો છે. તેણે વીડિયો શેર કરીને કહ્યું, 'પહેલા પાકિસ્તાન તરફથી આવા નિવેદનો આવતા હતા કે તે ક્રિકેટ રમવા ભારત નહીં જાય. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ અન્ય જગ્યાએ શિફ્ટ થતી હતી. જો ભારત પણ પાકિસ્તાનમાં રમવા માંગતું નથી તો સ્થળ બદલી શકે છે. હું ઈચ્છું છું કે એશિયા કપ શ્રીલંકામાં યોજાય.
આ પણ વાંચો MS Dhoni video: ધોની પ્રેક્ટિસ માટે બાઇક દ્વારા રાંચી સ્ટેડિયમ પહોંચ્યો હતો
એશિયા કપ ક્યાં યોજાશે તેને લઈને અસમંજસ: શ્રીલંકા એશિયા કપની વર્તમાન ચેમ્પિયન છે. તેણે 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને 23 રનથી હરાવ્યું હતું. ભારત સાત વખત એશિયા કપમાં ચેમ્પિયન રહ્યું છે. એશિયા કપની 16મી આવૃત્તિ 2023માં યોજાશે. પરંતુ તે ક્યાં યોજાશે તે અંગે હજુ પણ શંકા છે. જો કે એ સ્પષ્ટ છે કે એશિયા કપની યજમાની પાકિસ્તાનના હાથમાંથી છીનવાઈ જવાની ખાતરી છે.
પોતાના યુટ્યુબ વીડિયો પર અશ્વિને કહ્યું, 'પહેલા પણ પાકિસ્તાન તરફથી આવા નિવેદન આવતા રહે છે કે તે ભારત નહીં જાય અને ટૂર્નામેન્ટ નહીં રમે. આવી સ્થિતિમાં ટુર્નામેન્ટ બીજે ક્યાંક શિફ્ટ થાય છે. હું ઈચ્છું છું કે આ વખતે એશિયા કપ શ્રીલંકામાં યોજાય.