નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને એલેક્સ કેરીની વિકેટ લેતા જ તે ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ લેનારો બીજો ખેલાડી બની ગયો હતો.
-
Another day at office and another milestone for @ashwinravi99 👏👏
— BCCI (@BCCI) February 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Do you reckon Australia is his favourite opponent?#INDvAUS pic.twitter.com/Oxohqv9HQi
">Another day at office and another milestone for @ashwinravi99 👏👏
— BCCI (@BCCI) February 17, 2023
Do you reckon Australia is his favourite opponent?#INDvAUS pic.twitter.com/Oxohqv9HQiAnother day at office and another milestone for @ashwinravi99 👏👏
— BCCI (@BCCI) February 17, 2023
Do you reckon Australia is his favourite opponent?#INDvAUS pic.twitter.com/Oxohqv9HQi
અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે 100 વિકેટ ઝડપી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ રહી છે. ત્યારે રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે પોતાની 100 વિકેટ પૂરી કરી લીધી છે. તે ઓસ્ટ્રેલિયા સામે 100થી વધુ વિકેટ ઝડપનાર ખેલાડીઓની શ્રેણીમાં સામેલ થઈ ગયો છે. રવિચંદ્રન અશ્વિન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવા પર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક ટ્વિટમાં આર અશ્વિનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: IND vs AUs 2nd Test : ઓસ્ટ્રેલિયાની છ વિકેટ પડી, અશ્વિને ત્રણ વિકેટ લીધી
દેશનો બીજો બોલર બન્યો: ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન લેજન્ડરી સ્પિનર અનિલ કુંબલેની સાથે એવા બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે. જેઓ ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા સામે 100 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે તેની 20મી મેચ રમી રહેલા અશ્વિન કુંબલે પછી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિચંદ્રન અશ્વિન 100 કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. કુંબલે 111 વિકેટ સાથે નંબર 1 સ્થાન પર છે.
આ પણ વાંચો: Chetan Sharma Resign: ખેલાડીઓ અંગે મોટો ધડાકો કરી શર્માએ રાજીનામૂ આપ્યું
સ્પિનર ટેસ્ટ મેચના ઈતિહાસમાં 15મો બોલર: ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન સ્પિનર ટેસ્ટ મેચના ઈતિહાસમાં 15મો બોલર છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં 100 કે તેથી વધુ વિકેટ લીધી હોય. ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર સર ઈયાન બોથમ આ મામલે નંબર વન છે. ઓસ્ટ્રેલિયા સામેની 36 ટેસ્ટમાં તેણે 148 ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેના પછી વેસ્ટ ઈન્ડિઝના મહાન કર્ટની વોલ્શ (38 ટેસ્ટમાં 135 વિકેટ), ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ (35 ટેસ્ટમાં 131 વિકેટ) આવે છે. આ સિવાય 11 અન્ય ખેલાડીઓએ આ કારનામું બતાવ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 132 રનથી હરાવ્યું હતું.