- ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટી-20 વર્લ્ડ કપ પછી પોતાનું પદ છોડવાનો સંકેત આપ્યો
- જે જગ્યાએ તમારું સ્વાગત ન થાય તે જગ્યાએ વધુ ન રોકાવું જોઈએ
- ટીમના મુખ્ય કોચના પદ માટે પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આવેદન કરવાનું કહી શકાય છે
- જે જગ્યાએ તમારું સ્વાગત ન થાય તે જગ્યાએ વધુ ન રોકાવું જોઈએઃ રવિ શાસ્ત્રી
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટી-20 વર્લ્ડ કપ પછી પોતાનું પદ છોડવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, મારું માનવું છે કે, જે જગ્યાએ તમારું સ્વાગત ન થાય તે જગ્યાએ વધુ ન રોકાવું જોઈએ. એટલે કે હવે ટીમના મુખ્ય કોચના પદ માટે પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને આવેદન કરવાનું કહી શકાય છે.
આ પણ વાંચો- ફરી એકવાર પાકિસ્તાનની ઇજ્જતના ધજાગરા, સુરક્ષા ખતરાને કારણે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે રદ્દ કર્યો પ્રવાસ
કુંબલેએ વિરાટ કોહલી સાથેના મતભેદના કારણે આપ્યું હતું રાજીનામું
અનિલ કુંબલે વર્ષ 2016-17ની વચ્ચે એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ હતા. તે સમયે સચિન તેંડુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સલાહકાર સમિતિએ તેમને શાસ્ત્રીની જગ્યા પર નિમણૂક કરવામાં આવી હતી. જોકે, કેપ્ટન વિરાટ કોહલીની સાથેના મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાનથી હાર્યા પછી રાજીનામું આપી દીધું હતું.
કુંબલે અને લક્ષ્મણ આવેદન કરવા રાજી થશે કે નહીં તે તેમની પર નિર્ભર
નામ ન જાહેર કરવાની શરત પર આ ઘટનાક્રમથી પરિચિત BCCIના એક વરિષ્ઠ સૂત્રએ જણાવ્યું હતું કે, અનિલ કુંબલેના બહાર નીકળવાના પ્રકરણમાં સુધારાની આવશ્યકતા છે. જે રીતે COAએ કોહલીના દબાણમાં આવીને તેમને હટાવાયા તે સાચું ઉદાહરણ નહતું. જોકે, આ વાત પર પણ નિર્ભર છે કે, શું કુંબલે અને લક્ષ્મણ કોચ માટે આવેદન કરવા પર રાજી થશે.