ETV Bharat / sports

રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્તિ

પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ(Former cricketer Rahul Dravid)ને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય છે. 2023માં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ સુધી દ્રવિડને બે વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે.

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ નિયુક્ત

author img

By

Published : Nov 4, 2021, 8:39 AM IST

  • રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત
  • શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું
  • દ્રવિડને 2023માં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ સુધી બે વર્ષ માટે પદ પર નિયુક્ત

મુંબઈઃ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ(Indian cricket team coach) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ ICC T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થાય છે. આ જાહેરાત સંપૂર્ણપણે અપેક્ષિત હતી કારણ કે મહાન બેટ્સમેનને બોર્ડના ટોચના અધિકારીઓએ સમજાવ્યા હતા. નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના વડા તરીકે સેવા આપી રહેલા દ્રવિડને 2023માં ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપ સુધી બે વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે.

ભારત માટે રમનાર દિગ્ગજ ખેલાડી 47 વર્ષીય દ્રવિડ બીસીસીઆઈના પ્રમુખ(President of the BCCI) સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની પ્રથમ પસંદગી હતો, જેમણે તેમને આ પદ માટે અરજી કરવા માટે સમજાવવા દુબઈમાં તેમની સાથે વાત કરી હતી.

ICC T20 વર્લ્ડ કપ પછી આઉટગોઇંગ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પ્રેસ રિલીઝ મુજબ, ક્રિકેટ સલાહકાર સમિતિએ બુધવારે સર્વસંમતિથી રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયા (વરિષ્ઠ પુરૂષ ટીમ)ના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ સમિતિમાં સુલક્ષણ નાયક અને આરપી સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ ભારતીય સુકાની ન્યુઝીલેન્ડ સામેની આગામી ઘરઆંગણાની શ્રેણીથી આ પદ સંભાળશે. BCCIએ 26 ઓક્ટોબરે આ પદ માટે અરજીઓ મંગાવી હતી કારણ કે ICC T20 વર્લ્ડ કપ પછી આઉટગોઇંગ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં ખૂબ સન્માન વાતઃ દ્રવિડ

દ્રવિડે(Rahul Dravid) કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવી ખૂબ સન્માનની વાત છે અને હું આ જવાબદારી માટે તૈયાર છું. વર્તમાન ભારતીય ટીમને આ સ્થાને લઈ જવા માટે તેમણે તેમના પુરોગામી શાસ્ત્રીનો પણ આભાર માન્યો હતો. "શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને મને આશા છે કે ટીમ સાથે કામ કરીને આને આગળ લઈ જઈશ,

BCCIએ વર્તમાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરને સફળ કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.

શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત ટેસ્ટ ફોર્મેટમાં ટોચના સ્થાને પહોંચ્યું હતું અને પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં પહોંચ્યું હતું. ઉપરાંત, ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા (2018-19)માં ટેસ્ટ શ્રેણી જીતનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે તમામ સાત ટેસ્ટ શ્રેણી જીતી હતી.

ગાંગુલીએ મુખ્ય કોચ તરીકે દ્રવિડનું સ્વાગત કર્યું

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે BCCI રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે આવકારે છે. તેની રમતમાં શાનદાર કારકિર્દી છે અને તે રમતના મહાન ખેલાડીઓમાંનો એક છે. તેમણે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના વડા તરીકે ભારતીય ક્રિકેટમાં નોંધપાત્ર સેવા આપી છે. NCAમાં રાહુલના પ્રયાસે ઘણી યુવા ક્રિકેટ પ્રતિભાઓને પોષી છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયા છે. મને આશા છે કે તેમનો નવો કાર્યકાળ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

આ પણ વાંચોઃ રશિયા ફરીથી ભારતનું ટોચનું સંરક્ષણ ભાગીદાર બન્યું, ફ્રાન્સને પાછળ છોડ્યું

આ પણ વાંચોઃ યુએસ: ભારતીય મૂળના ફાર્મા સીઈઓની ઘરમાં લૂંટના પ્રયાસ બાદ હત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.