નવી દિલ્હીઃ પાકિસ્તાને એશિયા કપ 2023 જીતવા માટેની તૈયારી શરુ કરી દિધી છે. તે માટે પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે બુધવારે ટીમની જાહેરાત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની સાથે એશિયા કપ 2023 માટે 18 સભ્યોની પોતાની ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ ફરી એકવાર કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે શાદાબ ખાનને તેની ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય વિકેટકીપરની જવાબદારી મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ હારિસના હાથમાં રહેશે.
-
🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
">🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW🚨 Our squad for the Afghanistan series and Asia Cup 🚨
— Pakistan Cricket (@TheRealPCB) August 9, 2023
Read more: https://t.co/XtjcVAmDV7#AFGvPAK | #AsiaCup2023 pic.twitter.com/glpVWF6oWW
એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશેઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જ્યારે ફહીમ અશરફની 2 વર્ષ પછી ટીમમાં વાપસી થઈ છે. એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં પહેલી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પાકિસ્તાનમાં જ રમાશે. આ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે સામસામે ટકરાશે.
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી, ઇફ્તિખાર અહેમદ, તૈબ તાહિર, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, ઉસ્માન મીર, ફહીમ અશરફ, મોહમ્મદ વસીમ ,હરિસ રઉફ, નસીમ શાહ, શાહિદ આફ્રિદી.
એશિયા કપમાં કુલ 13 મેચો રમાશેઃ તમને જણાવી દઈએ કે, એશિયા કપમાં કુલ 6 દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાંથી કુલ 13 મેચો રમાવાની છે. વન-ડે મેચોના ફોર્મેટમાં યોજાનારી આ એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં તમામ મેચો 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર વચ્ચે પાકિસ્તાન અને શ્રીલંકાના મેદાન પર રમાશે.
આ પણ વાંચોઃ