ETV Bharat / sports

Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ, વર્લ્ડ કપ દરમિયાન પહેરશે - Pakistan Cricket Team

એશિયા કપ 2023 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેની નવી જર્સી લોન્ચ કરી છે અને આ નવી જર્સી ICC વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓ પહેરશે.

Etv BharatPakistan Cricket Team
Etv BharatPakistan Cricket Team
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 5:21 PM IST

લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) ICC ક્રિકેટ વર્લ્ડ કપને હવે તૈયારીઓ શરુ કરી દિધી છે. PCBએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ICC વર્લ્ડ કપ દરમિયાન તમામ ખેલાડીઓ આ નવી જર્સીમાં જોવા મળશે. આ નવી લીલા રંગની જર્સી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ એન્ડ કંપનીએ સ્ટાઇલિશ અને આકર્ષક જર્સી પહેરવા માટે તૈયાર રહેવું જોઈએ. બોર્ડે તેને નવા લુકમાં રજૂ કર્યો છે.

ICC વર્લ્ડ કપ દરમિયાન આ ખાસ કીટ પહેરશેઃ એશિયા કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમે તેની વર્લ્ડ કપ 2023 કીટ જાહેર કરી છે, જેમાં તેના ખેલાડીઓ જોવા મળશે. બાબર આઝમ અને તેની ટીમ આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન આ ખાસ કીટ પહેરશે. આ નવી કિટનું અનાવરણ 28 ઓગસ્ટે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.

એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવા માટે તૈયારી: અગાઉ, પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમે શનિવારે અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપ કરીને ODI રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં છે અને પોતાને એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવા માટે તૈયાર કરી રહ્યા છે. X એકાઉન્ટ પર ટીમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં, કેપ્ટન બાબર આઝમ અને કોચ મિકી આર્થરે ટીમને સંબોધિત કરી અને આગળની યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ

  1. Neeraj Chopra: નીરજ ચોપરા બન્યા વિશ્વ ચેમ્પિયન, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય
  2. Neeraj Chopra : ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ પર અભિનંદનનો વરસાદ, જાણો ગોલ્ડન બોયની કેટલીક ખાસ વાતો
  3. Yo-Yo test: શું છે આ યો-યો ટેસ્ટ, આ દિગ્ગજ ખેલાડીઓ પણ યો-યો ટેસ્ટમાં ફેલ થયા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.