ETV Bharat / sports

MS Dhoni Spotted Playing Golf : મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા, તસવીર થઈ વાયરલ

મહેન્દ્ર સિંહ ધોની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફની મઝા માણતા જોવા મળ્યા છે, તેમની એક તસવીર સોશિયલ મિડીયામાં વાયરલ થઈ રહી છે.

Etv BharatMS Dhoni spotted playing golf
Etv BharatMS Dhoni spotted playing golf
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 1:08 PM IST

હૈદરાબાદઃ ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. ધોનીને માત્ર ક્રિકેટ જ પસંદ નથી. આ રમત સિવાય તેને બીજી ઘણી રમતો પસંદ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તાજેતરમાં યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં કાર્લોસ અલ્કારાઝની મેચ જોવા પહોંચ્યા હતા. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો તેમનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

ધોનીએ ગોલ્ફનો આનંદ લીધોઃ ધોની હાલમાં અમેરિકામાં છે. યુએસ ઓપનની મેચ જોવાની સાથે તેણે ગોલ્ફની મજા પણ માણી હતી. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ધોની સાથે જોવા મળ્યા હતા. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ, બેડમિન્સ્ટરમાં ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. ધોનીના નજીકના સહયોગી અને બિઝનેસમેન હિતેશ સંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો અને લખ્યું, "ધોની, ડોનાલ્ડ ટ્રમ્પ અને રાજીવ નાઈક સાથે ગોલ્ફ. અમને હોસ્ટ કરવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિનો આભાર."

ભારતમાં સૌથી મોટો ટ્રોફી કલેક્ટર બન્યોઃ ધોની ઇતિહાસમાં એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ભારતને ત્રણેય ICC ટ્રોફી જીતી છે. તેણે રેલવે સ્ટેશન પર ટિકિટ કલેક્ટર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને તે ભારતમાં સૌથી મોટો ટ્રોફી કલેક્ટર બન્યો. આ વર્ષની શરૂઆતમાં, એમએસ ધોનીએ મુંબઈની એક હોસ્પિટલમાં તેના ડાબા ઘૂંટણની સર્જરી કરાવી હતી. ત્યારે તેને ગોલ્ફનો આ અનોખો અનુભવ મળ્યો. આ સર્જરીએ તેને આવતા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 17મી સિઝનમાં ફરીથી રમતા જોવાની ચાહકોમાં આશા વધારી છે. પાંચ IPL ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવનાર ધોની આ ટૂર્નામેન્ટ પછી આવી પરિસ્થિતિમાંથી પસાર થયો છે.

આ પણ વાંચોઃ

  1. Icc Odi Rankings : Odi રેન્કિંગમાં શુભમન ગિલની ટોપ થ્રીમાં એન્ટ્રી, બાબર અને હેઝલવુડ ટોપ પર યથાવત
  2. Yuzvendra Chahal: ICC વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું તો આ ભારતીય ખેલાડી વિદેશી ટીમ સાથે જોડાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.