ETV Bharat / sports

MS Dhoniને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવાયા - સંયુક્ત અરબ અમીરાત

રમતના તમામ ફોર્મેટથી આંતરરાષ્ટ્રીયથી સંન્યાસ લેવાના એક વર્ષ પછી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) આગામી મહિને એક વાર ફરી ભારતીય વાદળી જર્સી પહેરીને જોવા મળશે. જોકે, આ વખતે તેઓ અલગ ભૂમિકામાં જોવા મળશે. BCCI દ્વારા ટીમની જાહેરાત પછી 2 વખતના વિશ્વ કપ વિજેતા કેપ્ટનને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

MS Dhoniને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવાયાMS Dhoniને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવાયા
MS Dhoniને ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવાયા
author img

By

Published : Sep 29, 2021, 11:30 AM IST

  • ક્રિકેટમાંથી સંન્યાસ લેનારા મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ફરી એક વાર દેખાશે ટીમમાં
  • આ વખતે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ટીમ ઈન્ડિયાના મેન્ટર (Mentor of Team India) તરીકે પસંદ કરાયા
  • શિબિરમાં દિગ્ગજની હાજરીથી ભારતને જરૂર ફાયદો થશેઃ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)

નવી દિલ્હીઃ BCCIના ખજાનચી અરૂણ ધુમલે (BCCI Treasurer Arun Dhumal) મંગળવારે ધોનીના સામેલ થવા અંગે વાત કરતા કહ્યું હતું કે, શિબિરમાં દિગ્ગજની હાજરીથી ભારતને જરૂર ફાયદો થશે. તેમણે જણાવ્યું હતું કે, ધોની એક મહાન કેપ્ટન રહ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટી20 વર્લ્ડ કપ, 2010 અને 2016 એશિયા કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy) જીતી છે. તેમનો રેકોર્ડ અદ્ભૂત છે. ICC વર્લ્ડ કપ માટે ટીમના મેન્ટર (Mentor of Team India) તરીકે તમનું હોવું એ ખરેખર ઘણું સારું છે.

વર્ષ 2020માં રમાનારો વર્લ્ડ કપ કોરોના મહામારીના કારણે રદ થયો હતો

ધુમલે વધુમાં ઉમેર્યું હતું કે, ટીમમાં તેમની સારી પ્રતિષ્ઠા અને સન્માન છે અને તેમને લાવવાનો અર્થ કોઈને ઓછા ગણવાનો નથી. તેમણે પણ શાનદાર કામ કર્યું છે. આ પહેલા ટી20 વર્લ્ડ કપ 2020માં રમાવાનો હતો. જોકે, કોરોના મહામારીના (Corona epidemic) કારણે તેને રદ કરવામાં આવી હતી અને ભારતની જગ્યાએ તેને સંયુક્ત અરબ અમીરાત (United Arab Emirates) અને ઓમાનમાં કુલ 4 સ્થળ, મસ્કત, દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે.

કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય વિરાટનો પોતાનો નિર્ણય છેઃ BCCI

આ ઉપરાંત ધુમલને શું વિરાટ કોહલીને (Virat Kohli) ટી20 કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય તેમનો પોતાનો હતો કે, BCCIએ તેમને મજબૂર કર્યા હતા. તો આ અંગે ધુમલે જણાવ્યું હતું કે, બોર્ડે તેમને પદ છોડવા નહતું કહ્યું. આ વિરાટ કોહલીનો (Virat Kohli) પોતાનો નિર્ણય હતો. અમે તેમને કેપ્ટનશીપ છોડવાનું કેમ કહી શકીએ. તે તો સારું કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચો- હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ રમવા માટે હજી પણ અનફીટ છે

આ પણ વાંચો- IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.