નવી દિલ્હી : હોકી વર્લ્ડ કપ 2023નો ઉત્સાહ હજુ પણ ચાલુ છે. લીગ મેચો પૂરી થયા બાદ હવે ક્રોસઓવર મેચો શરૂ થશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો દરેક ગોલ ફટકારી રહી છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી 24 મેચ રમાઈ છે. આ મેચોમાં કુલ 130 ગોલ થયા છે, જેમાંથી ફિલ્ડ ગોલ છે. આ સાથે જ 43 પેનલ્ટી કોર્નર પણ મળ્યા છે. આ સમયગાળા દરમિયાન સાત પેનલ્ટી સ્ટ્રોક ગોલ પણ થયા છે. નેધરલેન્ડે અત્યાર સુધીમાં સૌથી વધુ 22 ગોલ કર્યા છે. આવો જાણીએ અત્યાર સુધી વર્લ્ડ કપની એડિશનમાં કેટલા ગોલ થયા છે.
14 વર્લ્ડ કપ એડિશનમાં આટલા ગોલ થયા છે : હોકી વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 605 મેચ રમાઈ છે, જેમાં 26 ટીમોએ ભાગ લીધો છે. વર્લ્ડ કપની 14 એડિશનમાં અત્યાર સુધીમાં કુલ 2433 ગોલ થયા છે. વર્લ્ડ કપ દરમિયાન દરેક મેચમાં સરેરાશ ચાર ગોલ થયા છે. પ્રથમ વિશ્વ કપ વર્ષ 1971માં યોજાયો હતો અને પ્રથમ વખત પાકિસ્તાન ચેમ્પિયન બન્યું હતું. વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે. 1982માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાને 38 ગોલ કર્યા હતા.
પાકિસ્તાન સૌથી વધુ ચાર વખત બન્યું છે ચેમ્પિયન : પાકિસ્તાન સૌથી વધુ વખત (1971, 1978, 1981, 1994) વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. જ્યારે નેધરલેન્ડ (1973, 1990, 1998) અને ઓસ્ટ્રેલિયા (1986, 2010, 2014) 3-3 વખત ચેમ્પિયન બની છે. જર્મની બે વખત ભારત અને બેલ્જિયમ 1-1થી ચેમ્પિયન બન્યું છે. ભારતમાં ચોથી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારત, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડની ટીમને આ વખતે વર્લ્ડ કપની દાવેદાર માનવામાં આવી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ તેના પૂલમાં ટોચ પર રહે છે.
આ પણ વાંચો : National Ranking Table Tennis Championship : સુરતના આંગણે નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું કરાયું આયોજન