નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બેટ્સમેન તેમજ પ્રસંગોપાત ઓપનર કેએલ રાહુલ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની તૈયારીઓ માટે તૈયારી કરી રહ્યો છે, જેથી તે ઈજામાંથી સાજો થઈ શકે અને એશિયા કપ 2023માં ભારતીય ટીમમાં સામેલ થઈ શકે. તે જ સમયે, લાંબા સમયથી ટીમની બહાર રહેલા જસપ્રીત બુમરાહના પણ એશિયા કપમાંથી ટીમમાં વાપસીના સંકેત મળી રહ્યા છે.
IPL 2023માં પણ તે ઈજાગ્રસ્ત થયા હતો: તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલ IPL દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ક્રિકેટના મેદાનથી દૂર છે. IPL 2023માં પણ તે ઈજાગ્રસ્ત થયા બાદ પૂરો સમય પોતાની ટીમને સપોર્ટ કરી શક્યો નહોતો. એટલું જ નહીં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાથે તેને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. હાલમાં, તે નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોરમાં સખત મહેનત કરી રહ્યો છે, જેથી તે એશિયા કપ પહેલા પોતાને ફિટ કરી શકે અને ટીમમાં પુનરાગમન કરી શકે છે.
બુમરાહ પણ વાપસી રહ્યો છે: આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ એશિયા કપમાંથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, તે આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી ટીમમાં વાપસી કરશે, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બુમરાહ અને રાહુલ એશિયા કપ 2023થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.
અય્યર અને પંતને સ્વસ્થ થવા માટે સમય લાગશે: કેએલ રાહુલે તેની ફિટનેસની તસવીર શેર કરી છે અને તેને સોશિયલ મીડિયા પર મૂકીને તેની ફિટનેસ બતાવવાનો પ્રયાસ કર્યો છે. એવું માનવામાં આવે છે કે, તે એશિયા કપમાં ટીમ સાથે જોડાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે. જો કે, હજુ સુધી વધુ બે ઈજાગ્રસ્ત ખેલાડીઓ શ્રેયસ ઐયરની વાપસી અંગે કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી, જેના કારણે માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર અને ઋષભ પંતને સ્વસ્થ થવા માટે લાંબો સમય રાહ જોવી પડશે.
આ પણ વાંચો: