ETV Bharat / sports

Irfan Pathan speaks on Sanju Samson: જાણો ઓસ્ટ્રેલિયા સિરીઝમાં સંજુ સેમસનની પસંદગી ન થવા અંગે ઈરફાન પઠાણે શું કહ્યું - સંજુ સેમસન

ઓસ્ટ્રેલિયા સામે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સંજુ સેમસનનું નામ આ યાદીમાં નથી. આ અંગે પૂર્વ ભારતીય બોલર ઈરફાન પઠાણે પ્રતિક્રિયા આપી છે.

Etv BharatIrfan Pathan speaks on Sanju Samson

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 3:13 PM IST

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સાથેની વનડે શ્રેણી માટે મંગળવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્માને શ્રેણીની પ્રથમ 2 મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પરત ફર્યો છે. રૂતુરાજ ગાયકવાડ અને તિલક વર્માનો પ્રથમ બે મેચ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમની જાહેરાત બાદ સંજુ સેમસનના ચાહકો નિરાશ થયા છે.

ઈરફાન પઠાણે શું કહ્યુંઃ સંજુ સેમસનની ટીમમાં પસંદગી ન થયા બાદ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે X પર એક પોસ્ટમાં કહ્યું કે 'જો હું સંજુ સેમસનની જગ્યાએ હોત તો હું ખૂબ જ નિરાશ થયો હોત'.

  • Feel for Samson, he was close to getting a county deal then came to the Asia Cup as reserve so the deal couldn't happen later Rahul was fit, he returned back - now he is not part of anywhere with Indian team/County/Asian games.

    He atleast deserves to be in Asian games in China. pic.twitter.com/ieSHmzpulx

    — Johns. (@CricCrazyJohns) September 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફેન્સ સોશિયલ મીડિયા સવાલો પૂછી રહ્યા છેઃ ઈરફાન પઠાણની આ પોસ્ટ પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. સંજુ સેમસન સાથે આવું પહેલીવાર નથી બન્યું, આ પહેલા પણ ફેન્સ નિરાશ થયા છે. ફેન્સ સોશિયલ મીડિયા હેન્ડલ X પર સતત સવાલો પૂછી રહ્યા છે કે, ODI ક્રિકેટમાં 55.71ની એવરેજ હોવા છતાં સંજુ સેમસનને ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી.

સંજુ સેમસનનું ઈન્ટરનેશનલ કરિયર ખતમ?: એક ભૂતપૂર્વ યુઝરે કહ્યું કે, સંજુ સેમસનને એશિયા કપ, આગામી એશિયન ગેમ્સ, વર્લ્ડ કપ તેમજ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે અવગણવામાં આવ્યો હતો. તેણે આગળ લખ્યું કે સંજુ સેમસનનું ઈન્ટરનેશનલ કરિયર ખતમ થઈ ગયું છે એમ કહેવું ખોટું નહીં હોય. સેમસનનો ફોટો શેર કરતા એક યુઝરે X પર લખ્યું કે, આ વ્યક્તિને જુઓ અને અનુભવો કે અન્યાય શું છે.

  • "Sanju Samson was ignored for the Asia Cup, upcoming Asian Games squad, India versus Australia series, and the World Cup. It's safe to say that his international career is finished, just like Shikhar Dhawan's."#SanjuSamson

    — Deepak Singh Kushwah (@its_dsk) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંજુ સેમસનનું IPL કરિયર: સંજુ સેમસન IPLમાં રાજસ્થાન ટીમનો કેપ્ટન છે.તેણે પોતાની IPL કરિયરમાં 20 અડધી સદી અને 3 સદી ફટકારી છે. તેણે IPLમાં ઘણી મોટી મેચ-વિનિંગ ઇનિંગ્સ પણ રમી છે. સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાનની ટીમ 2022ની IPLની ફાઈનલ મેચ જીતવામાં ચૂકી ગઈ હતી.

આ પણ વાંચોઃ

  1. Ind Vs Aus Odi Series: ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની જાહેરાત, અશ્વિનની ટીમમાં વાપસી
  2. India vs Australia Match : રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીનો ખેલ, SCAએ તૈયારી શરૂ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.